વિશેષ મુલાકાત

વ્યારા ખાતે કોરોના રસીકરણ, સ્વચ્છતા અભિયાન જન જાગૃતિ ગરબા યોજાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

વ્યારા નગર વિસ્તારમાં  કોરોના રસીકરણ, સ્વચ્છતા અભિયાન જન જાગૃતિ ગરબા યોજાયા:
 વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય વ્યારા ખાતે તા.. 20 /10/ 20 21 ના રોજ કોરોના રસીકરણ ,સ્વચ્છતા અભિયાન અને હેન્ડ વોશ માટે જનજાગૃતિ પર ભાર મૂકતાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ ના મુખ્ય આયોજક જિલ્લા આરોગ્ય ગ્રુપના સયુંક્ત ઉપક્રમે વ્યારાના 3 ગ્રુપ રોટરી ક્લબ , ઇનર વ્હીલ ક્લબ, અને રોટરેક્ટ ક્લબ જોડાયા હતા.
સૌપ્રથમ રામજી મંદિર પાસે સૌ ભેગા મળ્યા હતાં. રામજી મંદિર પાસે નગરપાલિકા ના પ્રમુખ સેજલબેન રાણા અને ઉપ પ્રમુખ સુધીરભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમનું  ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું. સાથે ત્રણે ગ્રુપના મહાનુભવો અધ્યક્ષ શ્રીઓ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી. બાળકોને ચોકલેટ વહેંચવામાં આવી અને ગરબાની રમઝટ ચાલુ થઈ હતી. ઇનર વ્હીલ ક્લબની બહેનોએ આરોગ્ય વિષયક પોસ્ટર હાથમાં લઈ ગરબા રમ્યા. આ સમયે તેઓ ટિપ્પણી નૃત્યની મજા લેતા હોય તેવો આનંદ માણ્યો હતો, અને ગરબાનું મનમોહક દ્રશ્ય બનાવ્યું હતું. આ માહોલમાં રામજી મંદિરના પટાંગણમાં ગરબા રમ્યા અને બીજા સેશન માટે આરોગ્ય રથ પુષ્પાંજલિ હોલ પર પહોંચ્યો હતો. ત્યાં પણ સ્ટેન્ડિંગ કમીટી ના ચેરમેન કુલીનભાઈ પ્રધાન અને આરોગ્ય વિભાગ ના ડો કે. ટી.ચૌધરી દ્રારા આરતી ઉતારવામાં આવી અને એક કલાક ગરબાની રમઝટ જામી હતી,
ત્રીજા સેશન માટે આરોગ્ય ગરબા રથ ઋતુરાજ સોસાયટી પર પહોંચ્યો. ત્યાં પણ કોપોરેટર નીલમબેન શાહ અને રતિલાબેન દ્રારા આરતી ઉતારવામાં આવી. એક કલાક ગરબા રમી, દરેક સ્થળ પર ગરબા વિનરને ઇનામ આપી ગરબાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. એ ઇનામના સ્પોન્સર ગણેશ ઇલેક્ટ્રોનિક્સ વ્યારા, ગણેશ મસાલા સોનગઢ અને મુખ્ય સ્પોન્સર શિવમ્ હાઉસ ઓફ ઇલેક્ટ્રોનિક્સ રહ્યા હતા.
શરદ પૂનમની આરોગ્યમ રાતે ગરબા ની મજા સાથે આરોગ્ય વિષયક જાગૃતિનો પ્રચાર કરતા આ કાર્યક્રમને દીપાવતા સોળ કળાએ ખીલેલા ચંદ્રમાના શુભ્ર ધવલ શીતળ અજવાળા પ્રસરી રહ્યા અને ખેલૈયાઓના મન પર કોરોના રસીકરણ, સ્વચ્છતા ના શબ્દોનો માહોલ અંકિત થયો, શરદપૂનમની રાતડી મન પર છવાઈ ગઈ.
સૌના મોં પર સ્મિત સાથે આ કાર્યક્રમની ઉજવણીનો માહોલ યાદગાર સંભારણા સાથે સૌ છુટા પાડ્યા હતાં .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है