શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત
વાંસદા પંથકના ખાટાઆંબા ગામે ચારમૂળી ફળિયામાં પાણીનો પોકાર લોકો લાચાર ફરી માથે બેડા ઉચકવા માટે મજબુર, આજેપણ લોકોને પ્રાથમિક સુવિધાઓ બાબતે સમસ્યાઓ અકબંધ:
નવસારી જિલ્લાનાં ખાટાઆંબા ગામે રસ્તા,પાણી વિના આદિવાસીઓના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે! પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામ સંકટ ભરી સમસ્યાથી ઝઝુમી રહ્યો છે! MLA, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ વર્ષોથી આપે છે ખો:
ભરઉનાળે મહિલાઓ ખુલ્લા પગે બળબળતા તાપમાં દૂર સુધી પોતાની તરસ છિપાવવા જવુ પડે છે, એક માસ ઉપર થઈ ગયેલ પાણી જ નથી. તંત્રના પાપે પાણીના ફાંફા.!
હાલમાં કોરોનાના કહેર અને વાવાઝોડા વચ્ચે એમ પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે ત્યાં તો ઉનાળાના તાપમાં વાંસદાના ખાટાઆંબા ગામે પાણીની સમસ્યા થી લોકો લાચાર બન્યા છે. ખાટાઆંબા ગામને અડીને જૂજડેમ નજીક હોવા છતાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો ને હાલમાં પીવાના પાણીની પારાવાર તકલીફ પડી રહી છે. જો કે વિકાસની વાત થતી હોય તો સરકારે અંતરિયાળ વિસ્તારને નજર અંદાજ નહિ કરવું જોઈએ હાલમાં ખાટાઆંબા ગામના ચારમૂળી ફળિયામાં પાણી માટે ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ વિના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે કાહડોળપાડામાં વસતા લોકોની લોકોને આઝાદીના વર્ષો બાદ પણ સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે જે થોડા દિવસ અગાઉ દૃશયો જોવા મળ્યા હતાં ત્યાં આજ ગામમાં ચારમૂળી ફળિયામાં આ વિસ્તારમાં રહેતા લોકોની પાણી અને રસ્તા જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી, જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા દૂર સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. લાંબુ અંતર કાપ્યા બાદ અહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં ખૂબજ મુશ્કેલીઓ પડી રહી છે. ચારમૂળીના સ્થાનિક 12 થી 15 ઘરોનાં 100 પરીવાર જેટલાં પાસેથી જાણવા મુજબ ચારમૂળી ફળિયા માં રહેતા સોનકુભાઈ માયજુભાઈ ચવધરીના ઘર પાસે 12 થી 13 વર્ષ અગાઉ વાસ્મો માંથી પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, જેનું બાંધકામ હલકી કક્ષાનું કરવામાં આવેલ છે, તૂટી પડવાના એંધાણ નોતરે તેવું દેખાય આવેલ અને એ પાણીના બોરમાં હાલ પાણી નથી. ડુગરાળ વિસ્તારમાં દર વર્ષે દિવાળી પછીના સમયમાં પાણીની સમસ્યા કાયમી હોય છે, ત્યાં ના લોકોનું કહેવું છે કે વારંવારની રજૂઆત ના પગલે તો છતાં ત્યાંના સરપંચશ્રી ધ્યાનમાં નથી લેતાં હોય, ચાર પાંચ વર્ષથી આ ફળિયામાં કોઈ વિકાસ જ નથી થયો જેથી લોકોની પરિસ્થિતિ ખૂબજ ગંભીર છે.
જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી થઈ છે.