શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે વન વિભાગના ખાતાકીય ૧૫- રોપ ઉછેર કેન્દ્રો ઉપર વિવિધ જાતના તૈયાર કરાયેલ ૨૧.૯૩ લાખ રોપાઓ : જિલ્લાની ૮૬ નર્સરીઓમાં ૨૯.૭૩ લાખ રોપાઓનો ઉછેર.
વૃક્ષારોપણના જન જાગૃત્તિના સામાજિક અભિયાનમાં સહુ કોઇને જરૂરી સહયોગ અને યોગદાન દ્વારા લક્ષ્યાંક સિધ્ધી માટેના જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીનો અનુરોધ: પ્રજાજનોને વન મહોત્સવની કલેક્ટરશ્રીની શુભેચ્છાઓ;
નર્મદા,રાજપીપલા : ભરૂચનાં પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ મુન્શીએ ૧૯૫૦ માં વન મહોત્સવની શરૂઆત કરીને પર્યાવરણ સુધારણાની દિશામાં એક અતિ મહત્વનું કાર્ય કરવા આપણા સમાજને કરેલા અનુરોધ સંદર્ભે આપણે પ્રત્યેક વર્ષે વન મહોત્સવની ઉજવણી કરતાં આવ્યા છીએ, ત્યારે ચાલુ વર્ષે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાના લોકોને અંતરિયાળ ગામો સુધી કઇ જાતના રોપાઓ ક્યાંથી મેળવી શકાય તે માટે જિલ્લા કલેકટરશ્રી અને જીલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા-રાજપીપલા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણીને સફળ બનાવવાં સુચારૂ આયોજન ઘડી કઢાયું છે. જિલ્લા-તાલુકાકક્ષાએ રોપા વિતરણની ઉભી કરાય વ્યવસ્થા;
જિલ્લા કલેકટરશ્રી અને જીલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષશ્રી મનોજ કોઠારીએ ૭૧ માં વન મહોત્સવની જિલ્લાના પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વન મહોત્વનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં લોકોને તેમની જરૂરીયાત પ્રમાણેના રોપા પૂરા પાડીને વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃત્તિ લાવવાનો હેતુ છે અને આ હેતુને સફળ બનાવવા માટે ઘનિષ્ટ વનીકરણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગામની ઉપલબ્ધ તમામ પ્રકારની વૃક્ષ વાવેતર લાયક જગ્યાઓ જેવી કે શાળા કંપાઉન્ડ, પંચાયત ઘર, સાર્વજનિક દવાખાના, ગામને જોડતા રસ્તાઓ, ધાર્મિક સ્થળો, લોકોનાં ખાનગીવાડા, ખેતર, સ્મશાનભૂમિ, ઔદ્યોગિક એકમ વગેરે જેવા વિસ્તારો પર લોકોની જરૂરીયાત મુજબ વૃક્ષ વાવેતર કરાવવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે સમગ્ર પ્રજાજનોને વૃક્ષારોપણમાં સાંકળી લઇ વન વિસ્તાર વધારવામાં તેમને સહભાગી બનાવાય છે.
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે ખાતાકીય કુલ-૧૫ રોપ ઉછેર કેન્દ્રો ઉપર વિવિધ જાતનાં ૨૧.૯૩ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં વિકેન્દ્રીત કિસાન નર્સરી ઉછેર કાર્યક્રમ હેઠળ ડી.સી.પી.નર્સરી-૪૮ ગામોમાં ૪.૮૦, લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. ૧૫ મહિલા કિશાન નર્સરીમાં ૧.૫૦ લાખ રોપા, અનુ.જાતિની — ૮ ગૃપ નર્સરીમા-૧.૫૦ લાખ રોપા ઉછેર કરવામાં આવ્યા છે. આમ, કુલ-૮૬ નર્સરીઓમાં ૨૯.૭૩ લાખ રોપાનો ઉછેર કરાયો છે અને આ રોપાઓ લોકોની જરૂરીયાત મુજબની માંગણીઓ સંતોષી શકશે તેમજ રોપા ઉછેર ધ્વારા પુરક આવક મેળવી પર્યાવરણ જાળવણીમાં પ્રજાજનોનું યોગદાન અત્યંત મહત્વનું બની રહેશે.
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ ૭૧ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી દરમિયાન જિલ્લાના મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ, જિલ્લા પોલીસ, શહેરી વિકાસ, આદિજાતી વિકાસ, નર્મદા અને જળ સંપત્તિ/SSNNL, માર્ગ અને મકાન, સિંચાઇ, શિક્ષણ, આંગણવાડી, ઉદ્યોગ, આરોગ્ય વિભાગ, કેવડીયા-વેલી ઓફ ફ્લાવર્સ અને જિલ્લાના ધાર્મિક સ્થળો/ સંસ્થાઓ/ NGO/ એજન્સીઓ વગેરેને ફાળવાયેલ લક્ષ્યાંક મુજબ રોપ ઉછેરની કામગીરી પૂર્ણ કરવાની સાથોસાથ વૃક્ષારોપણના જનજાગૃત્તિ માટેના સામાજિક અભિયાનમાં સહુ કોઇને જરૂરી સહયોગ અને યોગદાન દ્વારા જિલ્લાના વૃક્ષારોપણના લક્ષ્યાંકની ૧૦૦ ટકાલક્ષ્યાંક સિધ્ધી હાંસલ કરવાના જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ ખાસ અનુરોધ કર્યો છે.
નર્મદામાં જિલ્લાકક્ષાએ તેમજ તાલુકક્ષાએ આવેલ નર્સરીઓમાંથી રોપા મેળવવાં અંગેની કરાયેલી વ્યવસ્થા મુજબ જિલ્લાકક્ષાએ નાયબ વન સંરક્ષકશ્રી,સામાજિક વનીકરણ વિભાગ, વડીયા પેલેસ,રાજપીપલા- ફોન નં-(૦૨૬૪૦) -૨૨૪૨૫૮, (૦૨૬૪૦)- ૨૨૪૩૫૮, નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, સામાજિક વનીકરણ રેંજ રાજપીપલા, મુ.પો. રાજપીપલા. ઠે. વડીયાપેલેસ, ફોરેસ્ટ કોલોની રાજપીપલા. જિ. નર્મદા માટે ફોન.નં-(૦૨૬૪૦)-૨૨૦૨૮૫,મો.નં-૯૭૨૭૪૫૭૭૪૭, તિલકવાડા તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, સામાજિક વનીકરણ રેંજ તિલકવાડા. મુ.પો. તિલકવાડા. ઠે. ફોરેસ્ટ કોલોની, જી.એ.બી ની સામે, તિલકવાડા જિ.નર્મદા માટે ફોન નં-(૦૨૬૬૧)-૨૬૬૧૦૯, મો.નં-૯૯૭૮૭૨૩૨૯૧, દેડીયાપાડા તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, સામાજિક વનીકરણ રેંજ દેડીયાપાડા, મુ.પો. દેડીયાપાડા. ઠે.મોઝદા રોડ, નવી નગરી દેડીયાપાડા જિ.નર્મદા માટે ફોન નં-(૦૨૬૪૯)-૨૩૪૧૭૩ મો.નં- ૯૩૨૭૬૩૦૫૭૧ અને સાગબારા તાલુકા માટે રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, સામાજિક વનીકરણ રેંજ સાગબારા. મુ.પો.સાગબારા. ઠે.પી.ડબ્લ્યુ.ડી. ગેસ્ટ હાઉસની બાજુમાં સાગબારા. જિ. નર્મદા માટે ફોન નં- (૦૨૬૪૯)-૨૫૫૧૧૪ મો.નં.૯૪૨૬૮૮૧૬૯૬ છે જેની જાહેર નોંધ લેવા જણાવાયું છે.