શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સમાજમાં માનવતા મરી પરવારી નથી રોમેલ સુતરિયાની જાહેર અપીલ ઉપર નવસારી કોલેજના વાઈસ ચાન્સેલરે રૂબરૂ મુલાકાત લઈ માનવતાની સુવાસ ફેલાવી:
થોડા દિવસ અગાઉ સોસીયલ મીડિયા માધ્યમ દ્વારા રોમેલ સુતરિયાએ આદિવાસી વ્રુદ્ધ દંપતિની મદદ માટે જાહેર અપીલ કરી હતી, એગ્રિકલ્ચર કોલેજ આવી વ્હારે….
” તાપી જીલ્લા આદિવાસી વ્રુદ્ધ દંપતિ માટે હોળીનો તહેવાર ખુશીઓ લઈને આવ્યો એગ્રિકલ્ચર કોલેજ નવસારીના વાઈસ ચાન્સેલરે રુબરુ મુલાકાત કરી માનવતા દાખવી “
સાથી મિત્રો આપ સહુ સમક્ષ થોડા દિવસ અગાઉ સોસીયલ મીડિયા માધ્યમ દ્વારા રોમેલ સુતરિયાએ જાહેર અપીલ કરી ધામણદેવી ગામ , ડોલવાણ તાપી માં રહેતા એક આદિવાસી વ્રુદ્ધ દંપતિની વ્યથા રજુ કરી તેઓ જે નવસારી એગ્રિકલ્ચર કોલેજ માં વર્ષોથી માળી તરીકે ફરજ બજાવતા કોરોના કાળમાં નોકરી થી છુટા કરી દીધા બાદ ખુબ જ મુશ્કેલ જીવન વ્યતીત કરી રહ્યા હતા. જે બાબતે અમારા સાથી મિત્રો સામે ઘટના આવતા તેઓની રુબરુ મુલાકાત કરી પરિસ્થિતિનો ચિતાર મને આપતા એક કર્મશીલ તરીકે અમે સવિતાબેન છગનભાઈ અને છગનભાઈ રામાભાઈ માટે મદદ અને કોલેજ માનવીય વલણ દાખવે તે માટે શાબ્દિક અપીલ કરી હતી.
જેના પરિણામ સ્વરૂપ આજ રોજ સવારે હોળીના શુભ અવસરે નવસારી એગ્રિકલ્ચર કોલેજ ના વાઈસ ચાંસેલર શ્રી ડૉ. ઝીણાભાઇ પટેલ દ્રારા મને વોટ્સેપ દ્રારા સંદેશ પાઠવી આશ્વસ્ત કર્યો કે સમાજ માં હજુ પણ માનવતા સદંતર મરી પરવારી નથી.
ડોં. ઝીણાભાઈએ મને મોકલેલ મેસેજ ના શબ્દો નીચે મુજબ છે.
સ્નેહીભાઈ સુતરીયા જી, આજ રોજ હોળીના તહેવાર નિમિત્તે હું ડૉ ઝીણાભાઈ પટેલ કુલપતિ અને મારા પ્રોફેસર જયમીન નાયક જોડે તાપી જીલ્લાના ધામણ દેવી ગામે છગનભાઈ રામાભાઈ અને સવિતાબેન ના ખબર અંતર પૂછવા રૂબરૂ મુલાકાત લીધી .એમને સહાય કીટની મદદ રૂપે સામાન અને કંઈ જરૂર પડે તે માટે થોડી મદદ પણ આપી..છગન કાકા અને સવિતાબેન ખુશ પણ થયા..વિશેષ માં આપે આ માહિતી આપી અને અમને પ્રેરણા મળી તે બદલ હદયપૂર્વક આભાર:-ડૉ. ઝીણાભાઇ પટેલ કુલપતિ (નવસારી કૃષિ યુનર્વિસટી)
ભવિષ્યમાં પણ આ પરિવારને કોલેજ દ્રારા માનવીય અભિગમ સાથે સહકાર મળતો રહેશે તેનો મને વિશ્વાસ છે. માટે જ હું રોમેલ સુતરિયા જાહેર માં નવસારી એગ્રિકલ્ચર કોલેજના વાઈસ ચાંસેલર ડો. ઝીણાભાઈ પટેલશ્રી નો સંગઠન વતી આભાર વ્યક્ત કરુ છું.
સાથે જ અન્ય સંગઠન તેમજ સામાજીક આગેવાનો હજુ પણ આ પરિવારની સારસંભાળ લેવા માટે આગળ આવતા રહી નિસંતાન આદિવાસી વ્રુદ્ધ દંપતિ ને સહકાર આપતા રહી સાચી આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસીયત ને જીવંત રાખશે તેવી આશા.
આપ સહુ સાથી મિત્રો, મિડિયાકર્મીઓ નો ખુબ ખુબ આભાર…રોમેલ સુતરિયા (રાજકીય યુવા કર્મશીલ)