શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આજરોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા કોકમ ગામે 5 મી અનુસૂચિના ચુસ્તપણે અમલવારી માટે ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં રૂઢિગત ગ્રામસભા મળી જેમાં આમંત્રિત ટ્રાયબલ એડવાઈઝર કમિટી ( TAC) ના સભ્ય અને દેડિયાપાડા ના ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવાએ રૂઢિગત ગ્રામસભાનું ગઠન, તેના બંધારણીય અધિકારો, શાસનની પ્રાવધાન વિશે લોકો ને સરળ ભાષમાં માહિતગાર કર્યા.
.
૧૯૩૫ મા આદિવાસી વિસ્તારને Partially Excluded અને Excluded વિસ્તારો નક્કી કરી આ વિસ્તારના સંશાધનો જેવા કે જળ, જંગલ,જમીન અને ખનીજ પર સ્વશાસન નો અધિકાર આપવામાં આવ્યો. ૧૯૫૦ મા આઝાદ ભારતના બંધારણ મા Excluded વિસ્તારને અનુસૂચિ ૬ અને Partlally Excluded ને અનુસૂચિ ૫ મા સમાવેશ કરી આદિવાસીઓને પરંપરાગત અધિકારોની સ્વીકૃતિ આપેલ છે તેની અમલીકરણની જવાબદારી રાજ્યપાલશ્રી, રાષ્ટ્રપતિશ્રી, તેમજ ટ્રાયબલ એડવાઇઝર કમિટીને આપવામાં આવેલ છે. “આબુઆ દિશુમ આબુઆ રાજ” આપણા ગામ માં આપણું રાજ અનુસુચી વિસ્તારો માં આદિવાસીઓ નુ જ રાજ હોવું જોઈએ એવી જોગવાઈ આદિવાસી વિસ્તારોમાં ફક્ત આદિવાસીઓની જ સરકાર ચાલશે અહી લોકસભા કે વિધાનસભા ના કાયદા લાગુ પડશે નહિ. રૂઢિગત ગ્રામસભા એ કરેલા ઠરાવો ને સંસદ સભા પણ પડકારી શકે નહિ એવી જોગવાઈ અનુસૂચિ 5 મા કરવામાં આવેલ છે.
અનુસૂચિત વિસ્તાર માં દરેક સરકારી નોકરી મા 100% રિઝર્વેશન આદિવાસીઓનું હશે. પટાવાળા થી લઇ કલેકટર સુધી આદિવાસી જ હશે. અનુસૂચિત વિસ્તારો માં વેપાર – ધંધા જેમ કે ચાયની દુકાન, પાન ની દુકાન, કપડાંની દુકાન, કાચામાલ ની દુકાન જેવી દરેક દુકાનો આદિવાસીઓ જ ખોલી શકશે ગેર આદિવાસીઓ ધંધો કરી શકે નહિ.
અનુસૂચિત વિસ્તારોમાં જમીન ની નીચે લોખંડ, સોનું, ચાંદી, કોલસો, બોકસાઈડ જેવી તમામ ધાતુ ઓ તથા જંગલો, નદીઓ, તળાવો, પહાડો, વીજળી, ખનીજો, વન્યપેદાશો પર આદિવાસીઓની જ માલિકી હશે સરકાર ને પણ જરૂર હશે તો વેચાતું લેવું પડશે.
અનુસૂચિત વિસ્તારોમાં કલેક્ટર કે દેશ ના પ્રધાનમંત્રી પણ પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં. અનુસૂચિત વિસ્તારોમાં નગર પાલિકા ગેર સંવેધાનિક છે. જેવી જોગવાઈઓ 5 મી અનુસૂચિત વિસ્તારોમાં કરવામાં આવેલ છે. જેવા મુદ્દાઓને લઇ ને ચર્ચા કરવામા આવી
આજની રૂઢિગત ગ્રામસભા મા 5 મી અનુસૂચિ તાલુકા અમલવારી સમિતિનું પણ સર્વાનુમતે ગઠન કરી ઠરાવો કરી જિલ્લા પંચાયત, રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યને મોકલી આપવામાં આવ્યું.