વિશેષ મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ નો પ્રારંભ થયો છે.

ગાંધીનગર:  ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરશ્રીઓ ,અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને ડીસીપીઓ પણ આ એક દિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયા છે .

આ કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકાશે.

તેમણે દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં .

મુખ્યમંત્રીશ્રીએ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી.

પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા ની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમય માં જાનના જોખમે પણ પ્રજા ની સેવામાં ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વ્યાજખોરોથી મુક્તિ, સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો છે.   તેમણે કહ્યું કે તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે,

 

ગુજરાત વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં ગુજરાતની સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ ટીમ પોલીસને આભારી છે એમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃત કાળમાં વિકસિત ભારત માટે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લઈએ તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ સૌ પોલીસ અધિકારીઓને કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત પોલીસના ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું . 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है