વિશેષ મુલાકાત

માનવ સેવા ટ્રસ્ટ સાણંદના ચેરમેને પોતાની જન્મદિવસની ઉજવણી કનબુડી પ્રાથમિક શાળાના બાળકો સાથે કરી: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

માનવ સેવા ટ્રસ્ટ સાણંદના ચેરમેને પોતાની જન્મદિવસની ઉજવણી કનબુડી પ્રાથમિક શાળાના આદિવાસી બાળકો સાથે કરી અનોખી ઉજવણી: 

ટાટા મોટર્સ અને ફોર્ડ જેવી કંપનીઓએ બાળકો માટે શાળામાં ચાર કોમ્પ્યુટર નું દાન આપ્યું,

દુખીના દુખની વાતો સુખી ના સમજી શકે,

દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે,

સુખી જો સમજે પૂરું ; દુઃખ ના વિશ્વમાં ટકે! 

જન્મદિવસ હોય તો આજકાલ લોકો ક્યાં જાય? મોટી મોટી હોટલોમાં જાય, પૈસા ખર્ચીને સ્વાસ્થ્યનો ધુમાડો કરે, પૈસાનો બગાડ કરે અથવા કૃત્રિમ જગતમાં જઈને છેલ્લે માનસિક અસ્વસ્થતાને નોતરે. મોંઘા મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ ખરીદે છે પણ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના ચેરમેન શ્રી મનુભાઈ બારોટે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી એમણે ટાટા મોટર્સ અને ફોર્ડ કંપનીની મદદથી પ્રાથમિક શાળા કનબુડીને ચાર કમ્પ્યુટર્સનું દાન અપાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કંપનીનો વિસ્તાર 40 કિલોમીટરના આસપાસના વિસ્તારમાં ચેરીટી કરી શકે . છતાં પણ એમણે પોતાના ખાસ પ્રયત્નો દ્વારા આ શાળાઓ પર પસંદગી ઉતારી હતી કારણ કે અહીં કોમ્પ્યુટર્સની જરૂર છે અને એનો સાચો ઉપયોગ થશે એવું એમને લાગ્યું કે તેઓ છેક સાણંદથી પોતાનો જન્મદિવસ ઉજવવા માટે  સહપરિવાર કનબુડી આવ્યા હતા અને કનબુડીમાં જ  રહેતા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા સામરપાડા ના આચાર્યશ્રી વિનયભાઈ વસાવાના ઘરે   રાત્રિ રોકાણ કર્યું હતું .પોતાના પરિવાર સાથે કનબુડી પ્રાથમિક શાળામાં જન્મદિવસની ઉજવણી કરી હતી. એમણે આશ્રમશાળા સામરપાડામાં પણ ચાર કમ્પ્યુટર્સ દાનમાં આપ્યા હતા. શ્રી મનુભાઈ બારોટ એક સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે છતાં પણ એમણે આ સેવા કાર્ય આદર્યું છે.

આ અગાઉ પણ કોરોના કાળમાં એમણે પ્રાથમિક શાળામાં માનવસેવા ટ્રસ્ટ દ્વારા  કનબુડીમાં ટી-શર્ટ્સ તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તબક્કે પ્રાથમિક શાળા કનબુડી શાળા પરિવારે એમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તથા શાળાના આચાર્ય શ્રી સંગીતાબેન પટેલ તથા મદદનીશ શિક્ષક શ્રી મમતા બહેન શર્માએ એમનો શાળા પરિવાર વતી આભાર માન્યો હતો તથા શાળાના બાળકોએ જન્મ દિવસનું ગીત ગાઈ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है