
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
માંગરોળ તાલુકા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થવા આવી છે, ચૂંટણીપંચે બેઠકો જાહેર કરી દીધી છે, ત્યારે આગામી તારીખ ૨૩મી ના બુધવારે સવારે ૧૧:00 કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીતના પ્રમુખપદે સામાન્ય સભાની બેઠક યોજાનાર છે, લગભગ સમાન્યસભાની આ છેલ્લી જ બેઠક હશે, આ બેઠકમાં ૧૫ માં નાણાંપંચની યોજના હેઠળ તાલુકા કક્ષાની ગ્રાન્ટ માટે કામોનું આયોજન કરવામાં આવનાર છે, તદુપરાંત પ્રમુખપદેથી જે કામો રજૂ થશે એની પણ ચર્ચા કરવામાં આવનાર છે, બેઠકના સભ્યસચિવશ્રી દિનેશભાઇ પટેલ અને પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત દ્વારા તમામ સદસ્યોને એજન્ડા મોકલી આપવામાં આવ્યા છે.