શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ગુજરાત રાજ્યમાંની તમામ ગ્રામ પંચાયત માં ૧૪માં નાણાપંચ દ્વારા ફાળવવામાં આવતા નાણા માંથી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિકાસના કામોની ગુણવત્તા જળવાઇ રહે અને પારદર્શી વહીવટ થાય તે માટે આ કાર્યોની ચકાસણી કરવી આવશ્યક છે. આ માટે વખતો વખત વહીવટી અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ થયેલા કામોની સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે.
નર્મદા જિલ્લાની દેડીયાપાડા તાલુકાની મંડાળા ગ્રામ પંચાયતમાં ૧૪માં નાણાપંચના નાણા માંથી થયેલ તમામ વિકાસ કામોની ચકાસણી કરવામાં આવી હતી. નાયબ ચીટનીશ- જિલ્લા પંચાયત નર્મદા,અધિક મદદનીશ ઈજનેર -તાલુકા પંચાયત સાગબારા, પ્રોજેક્ટ મેનેજર, જિલ્લા પંચાયત નર્મદા અને ટિમ દ્વારા કરવામાં આવી હતી. મંડાળા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચની હાજરીમાં તમામ વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું, અને જરૂરી સૂચનો આપ્યા હતા.
ચકાસણીમાં કામ થયુ હોવાથી લઇ ને, તેની તકતી મુકાઇ છે કે કેમ? તેની ગુણવત્તા યોગ્ય છે કે કેમ? તે કામ બેવડાતુ તો નથી તે સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી. ચકાસણી દરમ્યાન ૧૪ માં નાણાપંચ ઉપરાંત વિકાસના અન્ય કામો જેવા કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા થયેલ કામો સહિતના ને પણ આવરી લેવામાં આવ્યા. જે તે ગામના GPDP (ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન ) ચકાસીને તે પૈકી કેટલા કામો લેવાયેલા છે તે પણ ચકાસી પંચાયત સાથે તેનો પરામર્શ કરવામાં આવ્યો હતો.