
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સાયલા ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની લોક સંપર્ક કાર્યાલયનો બોર્ડ બદલાયું સમગ્ર તાપી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો:
સાયલા જૂથ ગ્રામ પંચાયત, રૂમકીતળાવ ખાતેની સર્વે.નંબર ૬૭/૫૧૫ વાળી જમીન ( અનામત જંગલ) માં દબાણ કરીને બનાવેલ લકઝરી/ અદ્યતન સુવિધાઓ વાળી ઓફીસના માલિક સામે કડક પગલાં ભરશે..?
ગુજરાતમાં ગત સ્થાનિક સ્વરાજ પંચાયતી રાજની ચૂંટણી પુર્ણ થયા બાદ તાપી જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ભાજપની સરકાર સતારુઢ થતા તરત જ જીલ્લા સેવા સદન ખાતેની તાપી જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસ તાત્કાલિક રીનોવેશની કામગીરી કોઈપણ જાતની સક્ષમ અધિકારી કે વિભાગની પૂર્વ મંજુરી લીધા વગર હાથધરીને અધતન ઓફિસ બનાવવામાં આવી હતી. જેને લઈને સોશ્યલ મિડિયામાં પણ ભારે ચર્ચા થઈ હતી.
એક તરફ તાપી જીલ્લામાં વર્ષોથી વડીલો પાર્જીત ખેડતા આવેલા જંગલ જમીનના દાવાઓની ઘણીખરી અરજીઓ અભરાઈઓ પર ચડાવી દેવામાં આવે છે, અને બીજી તરફ પરિવારના જીવન નિર્વાહ માટે જંગલની જમીનમાં ખેતી કરવા ફાળવણી કરવામાં આવે તેવા હેતુ થી માંગણીઓ કરતાં આદિવાસીઓની સામે જંગલ ખાતું ખોટા કેશ કરવાની ઘટના જીલ્લામાં વારંવાર બનવા પામતી જોવા મળે છે, તો શું વન વિભાગ સાયલા જૂથ ગ્રામ પંચાયત, રૂમકીતળાવ સર્વે.નંબર ૬૭/૫૧૫ વાળી જમીન ( અનામત જંગલ) માં દબાણ કરીને બનાવેલ લકઝરી/ અદ્યતન સુવિધાઓ વાળી ઓફીસ ના માલિક સામે કડક પગલાં ભરશે..? કે પછી…..
મળતી માહિતી મુજબ એકટીવિસ્ટો દ્વારા આ ચર્ચાને લઈને અનેક ચર્ચાઓ થયા બાદ આર ટી આઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી પરંતુ જવાબદાર વિભાગે આર ટી આઈ માં ચૌકકસ પૂરાવા સાથે માહિતી આપવામાં આવેલ ન હતી જેને લઈને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખના વતન સુધી આર.ટી.આઈ એકટીવિસ્ટો પહોચી ગયા અને વતન સાયલા ગામે પ્રમુખશ્રી એ જોમજુસ્સા અને અતિઆનંદથી લોકસંપર્ક કાર્યાલયનું બાંધકામ કરી ઓફિસ ચાલુ કરેલ અને લોક સંપર્ક કાર્યાલય તાપી જિલ્લા પંચાયત સુરજભાઈ દાસુભાઈ વસાવા નામનું બોર્ડ લાગી ગયું હતું.
પરંતુ એવી તો શું મજબૂરી આવી પડી કે સાયલા ગામ ખાતેથી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવાની ઓફિસ લોક સંપર્ક કાયાઁલયની ઓફિસનો બોર્ડ હવે બદલાય ગયો છે. અને ઓમ નમો હનુમતાયે નમ્ ગામરક્ષણાય ધર્મરક્ષણાય સંકટ હરાય ભયભંજનાય સુખમકરાય ના નામે બોર્ડ લગાવ્યું જે શું કારણ હોય શકે? આ બોર્ડ ઘણું બધું કહી જાય છે.