શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
ડેપોનુ ધાબુ ગળતુ હોવાથી પાણી પંખામાં ઘૂસી જતા તમામ પંખા બંધ હાલતમાં, કલાકો સુધી બસની રાહ જોતા મુસાફરોના નાના બાળકો એ ગરમીના કારણે રોકકળ મચાવતા અકળાઈ ઉઠેલા મુસાફરોએ કંટ્રોલર પર રોષ ઠાલવ્યો:
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ દિવસે ને દિવસે વધુ બગડતો જોવા મળી રહ્યો છે, રાજપીપળા ડેપોનુ ધાબુ વરસાદમાં ગળતુ હોવાથી ટપકતા પાણીના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડતી હતી,પરંતુ વરસાદ બંધ થયા બાદ એ સમસ્યા દૂર થઈ હતી, ત્યારે હવે મુસાફરો એ નવી મુસીબતમાં વધારો જોવા મળ્યો, જેમાં પ્લેટફોર્મ લાગેલા દીવાલ ફેન (પંખા) માં વરસાદી પાણી ભરાઈ ગયુ હોવાથી લાગેલા બધાજ પંખા બંધ થઈ જતા હાલ કલાકો સુધી પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ ઉભા રહેલા મુસાફરો અને નાના બાળકો ગરમી અને ઉકળાટ કારણે અકળાઈ ઉઠ્યા હતા.
અને ગરમીના કારણે હેરાન બાળકોએ રોકકળ મચાવતા ત્યાં હાજર રહેલા અન્ય માસફરો રોષે ભરાતા ફરજ ઉપર હાજર કંટ્રોલર તેમના ગુસ્સાનો ભોગ બન્યા હતા, તેમજ ડેપોના અધિકારીઓ સમક્ષ ગરમીમાં મુસાફરો હેરાન ન થાય તે બાબતે બધા પંખા ચાલુ કરાવે તેવી મુસાફરોએ માંગ કરી હતી.