શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
કલેકટર એચ.કે.વઢવાણિયાનાં હસ્તે અને પ્રમુખ નેવિલ જોખી ના અધ્યક્ષ પણે કે.બી.પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં અટલ ટીકરીંગ લેબ તથા કે.કે.કદમ કન્યાવિદ્યાલય ખાતે પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું,
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત કે.બી.પટેલ ઈંગલિશ મિડિયમ સ્કુલ ખાતે અટલ મિશન યોજના હેઠળ અટલ ટીકરીંગ લેબ અને કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં પીવાના પાણીની પરબનું આજે કલેકટર એચ.કે.વઢવાણિયાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રીએ કેન્દ્ર સરકારના નિતી આયોગના અટલ મિશન યોજના હેઠળ ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીમાં વધારે રસ લઇ નવીન સંશોધન શાળા ખાતે જ કરી શકે તે હેતુથી અટલ ટીંકરીંગ લેબ ઉપયોગીતાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ ખરેખર ભાગ્યશાળી છે જેઓને આ અદભુદ લેબની વ્યવસ્થા પોતાની શાળામાં મળી છે. ત્યારે વિદ્યાર્થીઓએ પણ આ લેબનો વધુમાં વધુ લાભ વર્તમાન ઝડપી યુગમાં તેમની જ્ઞાન શક્તિમાં વધારો કરવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર નીતિ આયોગ દ્વારા ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત વર્ષ 2016 માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે અટલ બિહારી બાજપાઈના નામ પર અટલ ટીંકરીંગ લેબના નામ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અટલ ઇનોવેશન મિશન અંતર્ગત ફાળવણી કરેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇનું એક ડ્રિમ રહ્યું છે કે ભારતના તમામ બાળકો-વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે, અને દેશને ટેકેનોલોજીનું એક ઉદ્દભૂત હબ બનાવવા આ પ્રકારની લેબ વિકસાવવામાં આવી છે. કલેકટરશ્રીએ સૌને અટલ ટીંકરીંગ લેબની શરૂઆત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કોરોના પછી શરૂ થયેલ શાળાઓ સંદર્ભે ઓનલાઇન અને ઓફલાઇન ચાલતા વર્ગો, અમુક વિષયો માટે એક્સ્પર્ટ લેકચરનું આયોજન કરવા, છેવાડાના ગામના વિદ્યાર્થીઓ જે ઓનલાઇન અભ્યાસ નથી કરી શક્તા તેઓ માટે ખાસ ઓફલાઇન વ્યવસ્થા કરવા તથા શાળામાં ચાલતા અવનવા કાર્યક્રમો અંગે શિક્ષકો સાથે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ર.ફ.દાબુ કેળવણી મંડળ સાથે સંલગ્ન દરેક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતાની સાથે સૌને સુરક્ષિત બનાવવા ભારપુર્વક અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય સંગીતાબેન ચૌધરી, શિક્ષણ વિભાગના શિતલબેન રાજ, કે.બી.પટેલ ઈંગલિશ મિડિયમ શાળાના આચાર્ય યતિનભાઇ ભાવસાર, ર.ફ.દાબુ કેળવણી મંડળના પ્રમુખ નેવિલભાઇ જોખી, હસમુખભાઇ, આયુષભાઇ શાહ, અટલ ટીંકરીંગ લેબ ક્રિએટિવ કરનાર રોબોટાસ્ક ટેકનોલોજીસ, સુરત કંપનીના સંચાલક ડો.પાર્થ ભાવસાર તથા અન્ય ટ્રસ્ટીઓ, સભ્યો અને શાળાનું શિક્ષક વર્ગ ઉપસ્થિત રહ્યા હતા.