શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
બહુ ચર્ચિત ફિલ્મ RRR ના ડાયરેકટર એસ.એસ. રાજામૌલી અને એક્ટર્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી;
આગામી ૨૫ મી માર્ચે રિલીઝ થનાર ફિલ્મ RRR ના પ્રોમોશન માટે સ્ટાર સ્ટાર કાસ્ટ ગુજરાત માં;
બહુ ચર્ચિત ફિલ્મ બાહુબલી અને આગમી રિલીઝ થનાર RRR ના ડાયરેકટર એસ.એસ.રાજામૌલી અને એક્ટર્સ રામ ચરણ તેમજ જુનીયર એન.ટી.આર એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી, આગામી ૨૫ મી માર્ચે રિલીઝ થનાર ફિલ્મ RRR ના પ્રોમોશન માટે સ્ટાર સ્ટાર કાસ્ટ ગુજરાત માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા હતા.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ ડિરેકટર એસ.એસ.રાજામૌલી તેમજ એક્ટર્સ રામ ચરણ તેમજ જુનીયર એન.ટી.આર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પ્રભાવિત થયા હતા, તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિવિંગ ગેલેરી તેમજ મ્યુઝિયમ ની મુલાકાત લઈ અત્યંત પ્રભાવિત થયા હતા.
લોખંડી પુરુષનું બિરુદ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા જોઈ પ્રભાવિત થયેલ RRR મુવીના ડાયરેક્ટર અને એક્ટર્સ એ જણાવ્યું હતું, કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને જોતાજ એહસાસ થાય કે “સર ઉઠાકે જિયો નો” સંદેશ આપે છે, આવનાર ફિલ્મ RRR માં પણ એજ અનુભવ થશે અને આ ફિલ્મ કોઈ રાજ્ય ની નહીં પણ દેશની ફિલ્મ છે તેમ જણાવ્યું હતું.
યુક્રેનમાં RRR ફિલ્મના શૂટિંગ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ રહેલ વ્યક્તિને રામચરણે મદદ મોકલી હતી, જે વિશે તેમણે જણાવ્યું હતું કે એ નાની મદદ હતી એમાં કોઈ મોટું કામ નથી કર્યું દરેકે કોઈની પણ મદદ માટે આગળ આવવું જોઈએ.