
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નગરપાલિકાનો સાતમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો:
અંકલેશ્વર નગરપાલિકા નો સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં ૧૩ જેટલા વિવિધ વિભાગોની ૫૬ જેટલી સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો,
ગુજરાત સરકાર દ્વારા છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનોઓથી વંચિત ન રહે તે હેતુ થી સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાનો સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી વિનયભાઇ વસાવા, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સેવા સેતુના કાર્યક્રમમાં ૧૩ જેટલા વિવિધ વિભાગોની ૫૬ જેટલી સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં નાનામાં નાની સેવા જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય યોજના, આવકના દાખલા અને જાતિના દાખલા જેવી સેવાઓને તાત્કાલિક ધોરણે આવરી લેવામાં આવી હતી . એક જ જગ્યા પર દરેક વ્યક્તિ વિનામૂલ્યે સેવાઓનો લાભ લીધો હતો .આ સેવા સેતુ કાર્યક્રમમાં જનસમસ્યા ઓના સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીનેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું
આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી સંદીપભાઇ પટેલ મામલતદારશ્રી, નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાના અધિકારી – કર્મચારીઓ ,વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીગણ, નગરજનો, લાભાર્થીઓ સહીત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.