શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોર્નબિલ ફેસ્ટિવલના 25 વર્ષ પૂર્ણ થવા પર નાગાલેન્ડના લોકોને અભિનંદન પાઠવ્યા:
નાગરિકોને આ ઉત્સવમાં સામેલ થવા અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરવાનો આગ્રહ કર્યો:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને હોર્નબિલ ફેસ્ટિવલના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે મહોત્સવમાં કચરાના વ્યવસ્થાપન અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પોતાની શુભેચ્છા પણ આપી અને ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ થોડા વર્ષો પહેલા આ તહેવારની પોતાની યાત્રાની સુખદ યાદોને યાદ કરી અને અન્ય લોકોને આગ્રહ કર્યો કે તેઓ પણ આ મહોત્સવમાં જાય અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરે.
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોની X પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“ચાલી રહેલા હોર્નબિલ ફેસ્ટિવલ માટે મારી શુભેચ્છાઓ અને નાગાલેન્ડના લોકોને આ જીવંત મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન. આ વર્ષના ઉત્સવ દરમિયાન વેસ્ટ મેનેજમેન્ટ અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાતને મહત્વ આપવામાં આવ્યું તે જોઈને મને આનંદ થયો છે.
થોડાં વર્ષો પહેલા આ મહોત્સવમાં મારી પોતાની યાત્રાની યાદો છે અને હું અન્ય લોકોને પણ તેને જોવાની અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરવાનો આગ્રહ કરું છું.”
હોર્નબિલ ફેસ્ટિવલ વિષે : નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ કરવામાં આવી હતી. 1 ડિસેમ્બર 2000ના રોજ સરકાર દ્વારા પ્રથમ વખત હોર્નબિલ ફેસ્ટિવલની પણ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 1 ડિસેમ્બરથી હોર્નબિલ ફેસ્ટિવલ યોજાય છે. આ તહેવારનો હેતુ નાગા આદિવાસીઓને એકબીજા સાથે પરિચય કરાવવાનો અને દેશ અને દુનિયાને નાગા સમાજની સંસ્કૃતિથી વાકેફ કરવાનો છે. આ તહેવાર નાગાલેન્ડના કિસામા ગામમાં ઉજવવામાં આવે છે જે કોહિમાથી લગભગ 12 કિમી દૂર છે. દર વર્ષે 1 ડિસેમ્બરથી આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. તમને જણાવી દઈએ કે હોર્નબિલ ફેસ્ટિવલનું નામ હોર્નિબલ પક્ષીના નામ પરથી રાખવામાં આવ્યું છે. નાગા જનજાતિમાં આ પક્ષીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નાગાઓની પૌરાણિક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ છે. આ પક્ષીનું પીંછુ નાગા સમુદાયના લોકો દ્વારા પહેરાતી ટોપીમાં લાગેલું હોય છે.
એકતા નૃત્ય: જેમાં ગામના લોકો અને અન્ય સ્પર્ધક આગની ચારેબાજુ પરંપરાગત નૃત્ય કરે છે. આ એકતા નૃત્ય આકર્ષણ નુ મુખ્ય કેન્દ સમાન છે.
આ ફેસ્ટિવલમાં ઘણા તહેવારો સામેલ છે. તમને અહીં મ્યુઝિક ફેસ્ટિવલ, નાગાલેન્ડ લિટરેચર ફેસ્ટિવલ અને નાગાલેન્ડ ફિલ્મ ફેસ્ટિવલ પણ જોવા મળશે. આ ઉપરાંત નાગા જાતિની અનેક પરંપરાગત રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભાગ લેવાથી, તમે આ બધી વસ્તુઓને તો જોશો જ સાથે સાથે નાગા સંસ્કૃતિ વિશે પણ સારી રીતે જાણી શકશો.
દરેક ભારતીય વ્યક્તિએ નાગાલેન્ડ જવા માટે ઇનર લાઇન પરમિટ લેવી પડે છે. તમે આ પરમિટ નાગાલેન્ડ સરકારની વેબસાઈટ પરથી ઓનલાઈન લઈ શકો છો. આ સિવાય તમે સંસ્કૃતિ માં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાંથી આ પરમિટ લઈ શકો છો. આ પરમિટ માટે તમારે કેટલીક ફી અને આઈડી કાર્ડ આપવું પડે છે. તમને ઓળખ કાર્ડ આપવામાં આવશે જે તમારે નાગાલેન્ડ ની યાત્રા સાથે રાખવું પડશે.