શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર
તાપી: આજ રોજ ગામીત ફિલ્મ ચારી ઓરી ફિરેલી યાહા મોગી ના લેખક અને ડિરેક્ટર જેમણે ગામીત લોકબોલીમા આદિવાસીની કુળદેવી યાહા મોગી એટલે દેવમોગરા માતા પર ચલચિત્ર બનાવ્યુ છે. આ ચલચિત્ર ભરપુર મનોરંજન, એક્શન અને ફાઈટ સીન, સોંગ અને કોમેડી થી ભરપુર છે. આ ટીમમાં મુવીના લેખક એવા દિવ્યેશ ગામીત, મુવીના ડાયેકરશ્રી શ્રીરામચંન્દ્ર ચૌહાણ અને નવોદિત આદિવાસી કલાકાર, અદાકાર જોડે ગ્રામીણ ટૂડે ન્યુઝ વ્યારા ખાતેના પત્રકાર કીર્તનકુમારે મૂલાકાત કરી તેમનાં ઇન્ટરવ્યુ લીધા હતાં, જેમાં નીચે મુજબ સવાલો ના જવાબો આપ્યા હતાં.
નવોદિત આદિવાસી કલાકાર ઓગસ્ટીન ગામીત, નવોદિત અદાકાર સોનલ ગામીત સાથે ગ્રામીણ ટૂડે ન્યુઝના પત્રકાર કીર્તનકુમારે મૂલાકાત કરી ફિલ્મ શૂટિંગ દરમ્યાન ના અનેક અનુભવો પૂછ્યા હતાં.
જવાબ:- નવોદિત કલાકાર ઓગસ્ટીને ફિલ્મમાં લીડ રોલ તરીકે થયેલ પોતાની પસંદગી માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ત્યારે લોકોએ આપેલ શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો, અને પોતે ફિલ્મમાં જીતું નામનાં મુખ્ય પાત્ર નો રોલ ભજવ્યો છે, અને મારો આ પહેલો કેમેરા સામે અનુભવ હોય મારા તરફથી સારું જ પાત્ર ભજવવાનો પ્રયત્ન કર્યો છે, અને બધું મળીને મને ખુબજ મઝા આવી એમ જણાવ્યું હતું. અને ફિલ્મ જોવા અને અમોને પ્રોત્સાહન આપવા જરૂર ચુકતા નહિ એમ દર્શકોને જણાવ્યું હતું.
જવાબ: નવોદિત અદાકાર સોનલ ગામીતે શૂટીંગ દરમિયાન થયેલ ભૂલો અને અમુક સીનમાં પડેલી તકલીફો વિષે વાત કરતાં કહ્યું હતું કે મેં આ ગામીત ફિલ્મ માં રાધા નામનો મુખ્ય રોલ નિભાવ્યો છે, જયારે ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા લોકો મને બચાવવા માટે દાતરડાં, લાકડીઓ લઈને દોડી આવ્યા હતાં, અને આખરે ખબર પડી કે આતો ફિલ્મ બની રહ્યું છે ત્યારે તેઓ ચાલ્યા ગયા હતાં એવા અનેક કીસ્સામાં ખુલ્લા મને પત્રકાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બધું મળીને ખુબજ મઝા આવશે માટે તમામને અવશ્ય ફિલ્મ જોવા વિનંતી કરી હતી.
ફિલ્મમાં અભિનય અને કાર્ય કરનાર તમારી ટીમ વિશે જાણવશો ?
જવાબ:- દિવ્યેશ (ફિલ્મના લેખક,રાઇટર) હું દિવ્યેશ ગામીત મેં આ મુવી ની સ્ટોરી લખી છે, મૂવિનુ ડિરેક્સન શ્રીરામચંન્દ્ર ચૌહાણે કર્યુ છે અને ઓગસ્ટીન ગામીત, સોનલ ગામીત તેમજ હિરલ ગામીત અને વિક્રમ સલાટ લીડ રોલ મા અભિનય કર્યો છે, વિરલ ગામીત, મહેશ ગામીત, ભરત સલાટ અને મયુર ચૌધરી નેગેટિવ રોલમા જોવા મળશે, પ્રદિપ ચૌધરી અને કલ્પના ગામીતે મહેમાન કલાકારની ભૂમિકા ભજવી છે.
પ્રશ્ન:- (પત્રકાર) તમને કઈ રીતે ખ્યાલ આવ્યો કે મારે આ વિષય પર એક મુવી બનાવવી ? આ મુવી બનાવા પાછળ તમારો કોઈ હેતુ તો હશે ?
જવાબ:- દિવ્યેશભાઈ (ફિલ્મના લેખક,રાઇટર) મારા ઘણા એવા મિત્રો છે જે આદિવાસી છે છતાયે તેમને પોતાની માતૃભાષા/બોલી બોલતા નથી આવડતુ. આવા દરેક લોકો ની પોતાની ભાષા/બોલી પ્રત્યે રૂચી જગાડવા માટે આ ગામીત ફિલ્મનુ નિર્માણ કરવામા આવ્યુ છે.
પ્રશ્ન:-મુવી તમે કયા પ્લેટફોર્મ પર રજૂ કરવાના છો?
જવાબ : રામચંન્દ્ર ચૌહાણ (ફિલ્મનાં ડાયરેક્ટર) અમારી પહેલી મુવી હોય અને હાલમા લો-બજેટ મુવી બનાવી હોય અમારી ટીમ તાપી જીલ્લાના સોનગઢ ખાતેનાં થીએટરમાં રીલીઝ કરીશે અને જો ફિલ્મને રીસ્પોંસ સારો મળ્યો તો બીજા આદિવાસી વિસ્તારોમા પણ “ચારે ઓરી ફિરેલી યાહા મોગી” ગામીત મૂવી રિલીઝ કરીશુ.
પ્રશ્ન:- આ ફિલ્મ રિલીઝ થવાની સંભવિત તારીખ જણાવી શકો ?
જવાબ: રામચંન્દ્ર ચૌહાણ (ડાયરેક્ટર) ગામીત મુવિ જાન્યુઆરીમા રિલીઝ થશે, હાલ સેન્સર બોર્ડમાં કાર્યવાહી હેઠળ છે. આશા છે કે જલ્દી લોકો સમક્ષ આવી જશે.
પ્રશ્ન:- દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવા માંગો છો ?
રામચંન્દ્ર ચૌહાણ (ડાયરેક્ટર) ….મિત્રો આ મૂવિ બનાવવા અમે ખૂબ મહેનત કરી છે, દર્શકોને ખુબ મઝા આવશે, કોમેડી,એકસન થી ભરપુર અને આદિવાસી સમાજમાં બનતી સારી કે નરશી ઘટના, દેખાદેખી જેવું દુષણ આ મૂવીમાં જોવાલાયક છે માટે અવશ્ય પધારજો.
અને જો તમે તમારા બિઝનેસ, સંસ્થાનું પ્રમોશન ફિલ્મમાં કરવા માંગતા હોય તો સ્પોન્સરશીપ આવકાર્ય છે.
આપ સ્પોન્સરશીપ માટે
+91 99257 70492 પર સંપર્ક કરી શકો છો.