શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પીપલોદ રેન્જ વનવિભાગ દ્વારા પ્રી-મોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી છે,
નર્મદા વન વિભાગ રાજપીપળાની રેન્જ પીપલોદમાં વાંસના જંગલ આવેલા છે. ગુજરાત સરકાર દ્વારા અવનવી આદિમ જૂથની યોજનાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે, અવનવી વાંસમાંથી બનાવટો આદીમજુથના પરિવારો દ્વારા બનાવવા આવતી હોય છે. જેમાંથી વાંસ ની અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે, જેમ કે ટોપલી, સૂપડી, ખુરશી, શો પીસ, અવનવા ડેકોરેશન માટેની ચીજ વસ્તુઓ વગેરે જેવી વસ્તુઓ આ વાંસ માંથી બનતી હોય છે.
ઉલેખનીય છે કે આદિમજૂથ પરિવારના સદસ્યો વાંસ બનાવટ માં કુશળતા ધરાવતાં હોય અને તેઓનો એક માત્ર જીવન ગુજરાન માટે વિકલ્પ હોય, પીપલોદ રેન્જ માં વાસ ના જંગલો આવેલા છે, જેમાં આધુનિક સમયમાં દેશી પદ્ધતીનો ઉપયોગ કરી વાંસ માંથી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છે. જેના કારણે માટીનું ધોવાણ અટકે છે. તેમજ પશુઓ જંગલના રોપાને નુકશાન ન કરે એ માટે દરવાજા પણ વાંસ માંથી જ તૈયાર કરવામાં આવતા હોય છે. વાંસ દ્વારા ઓછા ખર્ચે અને રોજગાર મળી રહે તેવા હેતુ દ્વારા આગામી ચોમાસા સત્રને ધ્યાન માં લઈને વન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.