શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના પીંપરી ગ્રામ પંચાયતમા આવતા ધૂળચોડ ગામના રહીશ 100 % દિવ્યાંગ વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવમાં આવશે કે કેમ એ તપાસ નો વિષય:
ડાંગ જિલ્લામાં પીપરી ગ્રામ પંચાયત આવેલ છે તેમાં ધુલચોન્ડ ગામ આવેલ છે જ્યાં લીલાબેન યોગેશભાઈ જયલુભાઈ ખુરકુટિયા જેઓ બંને દંપતી 100% દિવ્યાંગ છે, જેઓ દ્વારા સરકારમાં જ્યાં તેઓ દ્વારા પંચાયત થી જીલ્લા , તાલુકા પંચાયત લઈ ને T D O ઓફિસમાં, કલેકટર કચેરીમાં, જ્યાં પણ કહયું તે ઓફિસમાં જઈ રજુઆત કે ઘર માટે માંગણી કરવામાં આવી પરંતુ તેઓને આજદિન સુધી કોઈપણ પ્રકારની સમસ્યાઓનો કોઈ નિકાલ આવ્યો નથી,
ડાંગના 100% દિવ્યાંગ વ્યક્તિને પણ ખાલી દોડાવ દોડાવ જ કરાવે છે અને લાભ આપવામાં આંખ આડા કાન કરી રહયા છે જ્યાં ગયા છે ત્યાંના અધિકારીઓ દ્વારા ફકત આશ્વાસન જ આપવામાં આવ્યું છે, કે તમોને ઘર મળી જશે પરંતુ કોઈ દ્વારા આનો ઉકેલ લાવવામાં આવ્યો નથી, વિભાગના અધિકારી પદાધિકારી અને તેમાં નોકરી કરતા કર્મચારીઓ દિવ્યાંગ વ્યક્તિની પાસે કંઈ અપેક્ષા તો નથી રાખી રહયા ને..?
સરકાર દ્વારા કેમ ઉકેલ લાવવામાં આવ્યો નથી, સરકાર દિવ્યાંગ વ્યક્તિને તાત્કાલિક સમશ્યા દૂર કરવા કટિબદ્ધ છે એવું કહેવામાં આવે છે, ડાંગ થી લઈ ભુપેન્દ્ર પટેલ સાહેબની ગુજરાત સરકાર અને કેન્દ્ર મા પણ આપણી જ સંવેદનસિલ સરકાર છે તો આવું ક્યાં સુધી ચાલ્યા કરશે..?
ડાંગના 100% દિવ્યાંગ વ્યક્તિને શું જીવનમાં સગવડતા મળે એ તમનો હક નથી કે.?
પોસ્ટર મા ફકત સંવેદના લખવાં થી લોકોને લાભો મળી જતાં નથી ત્યારે ડાંગ જેવાં અંતરિયાળ વિસ્તારમા દિવ્યાંગ વ્યક્તિનું માનવું છે કે તેઓને પડખે લોકો કે આ સરકારના કોઈ અધિકારી ઉભા રહે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું આ દિવ્યાંગ વ્યક્તિ ને ઘર નો લાભ મળશે કે પછી… આમજ અટવાવાનો વારો આવે છે એ મોટો સવાલ ઉભો થાય છે,
જવાબદાર વિભાગના અધિકારીઓ પર કયા પ્રકારના પગલાં લેવામાં આવશે કે પછી દિવ્યાંગ ને ઘર મળશે તેજોવું રહયું.