બ્રેકીંગ ન્યુઝવિશેષ મુલાકાત

પાણીની સમસ્યા બાબતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ કરી સમીક્ષા!

રાજ્યનાં પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રીએ જિલ્લાઓની તેમની મુલાકાત વેળા જણાવ્યું પાણીની સમસ્યા બાબતે સરકાર કટિબદ્ધ.

શ્રોત: ગ્રામીણ ટુડે પ્રતિનિધિ                                       તાપી જિલ્લાની જેશીંગપુરા, અને વાલોડ જૂથ પાણી પુરવઠા યોજનાઓની જાતમુલાકાત લેતા મંત્રીશ્રીએ પાણી પુરવઠા બોર્ડ, અને વાસમોની વિવિધ યોજનાઓના સુભગ સમન્વયથી છેવાડાના માનવી સુધી “નલ સે જલ” પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

   

વાંસદા તાલુકો  ટ્રાયબલ અને ડુંગરાળ વિસ્તાર હોય દર વર્ષે પાણીને લઈ” જળ એજ જીવન ” ના સુત્ર લોકોને તથા પશુઓને પણ મુશ્કેલી પડતી એક ગંભીર સમસ્યા છે. તાલુકા ના અમુક ઉંડાણ ડુંગરાળ વિસ્તારમાં કુવા,બોર,ટાંકીઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવા છતાં પાણી ઉંડે જતું રહે છે. જેથી ઉનાળાની ગરમી ને લઈ આ માસમાં દરેક જગ્યાએ તકલીફ જોવા મળે છે. એને ધ્યાને રાખી. વાંસદા તાલુકાની મુલાકાત માટે પાણી પુરવઠા,ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજી બાવળિયા અને સાંસદ ડૉ. કે.સી.પટેલે પાણી પુરવઠા બોર્ડ તાલુકા ના કર્મચારીઓ અને ભાજપના આગેવાનોને ગામડાઓમાં કયાં-કયાં પાણીની સમસ્યા છે તેની વિગતો અનુસાર જાણ કરવા જણાવ્યું હતું. જેથી સમસ્યા હલ થાય. આ મુલાકાત ને સફળ બનાવવા ભાજપ પ્રમુખ મણિલાલ જે.પટેલ,મહામંત્રી સંજયભાઈ બિરારી,ભાજપ ઉપ પ્રમુખ વિરલભાઈ વ્યાસ,મહેશભાઇ ગામીત,સિવેન્દર સોલંકી,બાબુભાઇ, રાકેશભાઈ શર્મા,  કમલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ વાલોડ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા સાથે જિલ્લાના કણજા ખાતે આવેલા પાણી પુરવઠાના પ્લાન્ટ/ઇન્ટેક વેલની પણ મુલાકાત લીધી હતી.ઉલ્લેખનિય છે કે, “ડોલવણ જુથ પાણી પુરવઠા યોજના” હેઠળ, કુલ ૨૬ ગામોનો સમાવિષ્ટ કરાયો છે. જેની હાલની લાભાર્થી વસ્તી ૬૬,૧૦૮ છે. તે જ રીતે “જેસિંગપુર જુથ પાણી પુરવઠા યોજના” હેઠળ ૨૮ ગામોનો સમાવિષ્ટ કરી ૪૯,૧૨૭ વ્યક્તિઓને લાભ આપવામાં આવી રહ્યો છે. જ્યારે “વાલોડ જુથ પાણી પુરવઠા યોજના” હેઠળ, ૨૦ ગામોના ૬૩,૬૬૮ લોકોને લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है