
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી કીર્તનકુમાર
સોનગઢ તાલુકાના મલંગદેવ જતા રોડ ઉપર ચીમેર ગામ આવેલુ છે. જ્યાંથી દોઢ કિલોમીટરના અંતરે ગાઢ જંગલમાં એક રળીયામણો ધોધ છે, જે ચીમેર ધોધ નામે પ્રખ્યાત છે. ખાસ કરીને ચોમાસામાં આ ધોધ સક્રિય થતા મનમોહક નજારો જોવા મળે છે. જેને માણવા દુર-દુરથી લોકો આવતા હોય છે.
રાજ્યમાં વરસાદના આગમનથી ચિમેર ગામનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ છે. છેવાડાના તાપી જિલ્લામાં અનેક સ્થળોએ કુદરતે પોતાનો જાદુ પાથર્યો છે.
જિલ્લામાં વિવિધ જોવા લાયક સ્થળોમાંથી એક સોનગઢ તાલુકાના મલંગદેવ જતા રોડ ઉપર આશરે ચાલીસેક કિલોમીટર દુર ચીમેર ગામ આવેલુ છે. જ્યાંથી દોઢ કિલોમીટરના અંતરે ગાઢ જંગલમાં એક રળીયામણો ધોધ છે-જે ચીમેર ધોધ નામે પ્રખ્યાત છે. ખાસ કરીને ચોમાસામાં આ ધોધ સક્રિય થતા મનમોહક નજારો જોવા મળે છે. જેને માણવા દુર-દુરથી લોકો આવતા હોય છે. તાજેતરમાં જિલ્લાના ડી.ડી.ઓ ડી.ડી.કાપડીયાએ પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લઇ કુદરતી સૌંદર્યને માણ્યું હતું. મુલાકાત બાદ કુદરતી સંપદાથી ભરપુર તાપી જિલ્લાના અન્ય સ્થળોની મુલાકાત લેવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા નાયબ વન સંરક્ષક આનંદ કુમાર પણ તેમની સાથે સામેલ થઇ જિલ્લાના વન વિભાગ હેઠળ આવતા વિવિધ કુદરતી સ્થળો અંગે માહિતગાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના વિવિધ કુદરતી સ્થળોને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકાસાવવા માટેનું સૂચારૂ આયોજન હાથ ધરાયું છે.