શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
તાપી જીલ્લાનાં નીઝર તાલુકામાં કોરોના રસીકરણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા:
તાપી: સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસો જોતા તાપી જિલ્લાના દરેક તાલુકામાં કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના રસીકરણ અંતર્ગત નીઝર તાલુકાના નીઝર બજાર, વેલ્દા બજાર, રૂમકીતલાવ બજાર, વેલ્દા ટાંકી ત્રણ રસ્તા વગેરે સ્થળોએ વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ તથા પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં માસ્ક પહેરી કામ કરવા, વેપારીઓ દરેક ગ્રાહકને સમજાવી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, તથા દરેક હૉટલમા, દુકાન, લારી ઉપર સેનેટાઈઝર રાખવામાં આવે તે અંગે સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસપાસ સફાઈનું ખાસ ધ્યાન રખાય તે અંગે પણ જાહેર જનતાને સમજુતિ આપવામાં આવી હતી.