શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૧૨ કરોડના ખર્ચે તાપી જિલ્લામાં વિવિધ રસ્તાઓને મંજુરી:
વ્યારા: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તાપી જિલ્લામાં વ્યારા અને ડોલવણ તાલુકાના રસ્તાના કામો માટે રૂપિયા ૧૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
મંજુર કરવામાં આવેલા કાચા થી ડામર રસ્તાઓમાં વ્યારા તાલુકાના લખાલી ગામે પ્રા.શાળાના કોતર પાસેથી ચંપકભાઈના ઘર થઈને મીરપુર ગામને જોડતો રસ્તો, મગરકુઈ પ્રા.શાળા પાસેથી દડકવાણને જોડતો રસ્તો, કપડવણ ગામે બાલપુર મુખ્ય રસ્તાથી કરંજવેલ ગામને જોડતો રસ્તો, કાટીસકુવા નજીક મુખ્ય રસ્તાથી ચીખલવાવ તરફ જતો રસ્તો, કસવાવ દુધ મંડળીથી શારદાબેન માધાભાઈ ચૌધરીના ઘર સુધીનો રસ્તો, ખોડતળાવ ગામે નિશાળ ફળીયામાં મંદિરથી પ્રાથમિક શાળા થઈ દેવાણી ફળીયામાં જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખના ઘર થઈ ચીખલી ભેંસરોટ ગામને જોડતો રસ્તો, કપુરા ગામે ઉનાઈ રોડ થી ઉવા કેનાલ થઈ દડકવાણ ગામને જોડતો રસ્તો, ઉંચામાળા ગામે પ્રાથમિક શાળા થી દેવાણી કેનાલ થઈ રામજી ફળીયાના પુલ સુધીનો રસ્તો, કાટીસકુવા નજીક દુધ મંડળીથી ડુંગરી ફળીયાને જોડતો રસ્તો જતો રસ્તો, ઉમરકુઈ ગામે મુખ્ય રસ્તાથી ખારી ફળીયા તરફ જતો રસ્તો તથા ડોલવણ તાલુકાના ધાણી ગામે દેગાડ ફળીયા થઈને વાંકલા ગામને જોડતો રસ્તો અને ગાંગપુર મુખ્ય રસ્તાથી નહેર તરફ જતા દાંડવાળા રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વ્યારા તાલુકાના ભાટપુર અંધારવાડી-ભોજપુર નજીકના ગ્રામ માર્ગને પહોળા કરવાના કામનો પણ સમાવેશ થાય છે.