
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
નવસારીમાં મહિલા અભ્યમ હેલ્પલાઇન દ્વારા બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા:
નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને ૨૧ વર્ષના યુવક સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને યુવતીના પિતા હયાત ન હતાં અને ૧૫ વર્ષની કિશોરી ના લગ્ન નક્કી થયેલ હોવાથી તેઓ સાસરી પક્ષમાં રહેવા જવા માટે જણાવતા હોવાથી માતાએ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કરતા તેમની મરજી થી આ બાળ લગ્ન થઈ રહ્યા હતા. તે દરમિયાન થર્ડ પાર્ટી દ્વારા અભયમ ને જાણ કરવામાં આવી હતી. અને અભ્યમ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાયદાકીય બાલમ સલાહ આપી અને સમજાવી બાળ લગ્ન થતા અટકાવ્યા હતા.
ખેરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી યુવતીને એક ૨૧ વર્ષીય યુવક સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને યુવતીના માતા એકલા જ છે અને પિતા હયાત નથી અને કિશોરી તેમની માતાની કોઇપણ વાત માનતી નથી જેથી માતાએ યોગ્ય યુવક શોધી અને યુવતીના લગ્ન કરવાનું નક્કી કરી અને લગ્ન નક્કી કર્યા હતા અને ત્યાર બાદ યુવતી યુવકના ઘરે જવા માટે જીદ કરતી હોવાથી તેમની માતાએ તેમના લગ્ન રીત રિવાજ પ્રમાણે નક્કી કરતા થર્ડ પાર્ટી એ અભયને જાણ કરવામાં આવી હતી જેથી અભયમ ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચીને બાળ લગ્ન કાનૂની અને સમાજની દ્રષ્ટિએ ગુનો છે. અને બાળ લગ્ન થાય તો તેના માટેના કાયદા અને સજા વિશે ની સલાહ સુચન આપી અને બાળ લગ્ન ન કરવા માટે જણાવેલ અને યુવતીને પણ જ્યાં સુધી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી તેમના અભ્યાસ પર ધ્યાન આપવા માટે જણાવેલ અને તેમની માતાને અને ગામના આગેવાનોને પણ આવી રીતે ગામમાં કોઈ પણ યુવતીના નાની ઉંમરમાં લગ્ન ન કરવા માટે સલાહ આપી હોવાથી હવે પછી આવી ભૂલ ન કરવા માટે જણાવી અને યુવતીના લગ્ન માટે જીદ કરે તો ૧૮૧ ટીમ અને સમાજ સુરક્ષા ટીમની મદદ લેવા માટે જણાવ્યું હતું. અને બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા.