વિશેષ મુલાકાત

નર્મદા “સખી” વન સ્ટોપ સેન્ટરે ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

નર્મદા “સખી” વન સ્ટોપ સેન્ટરે ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું;

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત તેમજ નર્મદા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી સંલગ્ન “સખી” વન સ્ટોપ સેન્ટર, નર્મદા ખાતે તા. ૦૫/૦૯/૨૦૨૨ ને સોમવારના રોજ ટાઉન પો.સ્ટે. દ્વારા એક અજાણી મહિલાને આશ્રય અને પરામર્શ માટે મુકવામાં આવ્યા હતા. ટીમ દ્વારા મહિલાનું કાઉન્સલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ માત્ર હિન્દી ભાષા બોલી અને સમજી શકે છે.

કાઉન્સલિંગ બાદ મહિલાને મેડિકલ સહાયની જરૂર જણાતા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા તેઓને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દસ દિવસ સુધી દાખલ કરવામાં આવ્યા હતાં. જે દરમિયાન મહિલા સાથે રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશનના બે મહિલા કર્મચારીઓને તેમની સારસંભાળ અને સુરક્ષા માટે રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ મહિલાને ફરીથી “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી સખી વન સ્ટોપના કર્મચારીઓ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મહિલાના કુટુંબજનોને શોધવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યું હતું.

અંતે પરિવાર સાથે સંપર્ક થતા જાણવા મળ્યું કે ગુમ થયેલ મહિલા ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની વતની છે અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા. પરિવારજનો થકી મહિલાને શોધવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ સફળ થઈ શક્યા ન હતા. ગુમ થયેલ આ મહિલાને તેઓનું પરિવાર તા. ૧૮/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા માટે આવી પહોંચ્યા હતા. ગુમ થયેલ મહિલાને પરત પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા બદલ તેઓના પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરીને તેમની કામગીરીને બિરદાવી હતી. જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટર અને ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ગુમ થયેલ મહિલાને પોતાના પરિવાર સુધી પહોંચાડવામાં જે કામગીરી કરી છે તે ખરેખર સરાહનીય છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है