શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા પોલીસ અને નિર્ભયા ટીમની પ્રસંશનીય કામગીરી: ગ્રામ્ય વિસ્તારોમાં ગામે-ગામે ફરી વિધવાઓ અને વૃદ્ધા લોકોને કોઈ તકલીફ ના પડે અને સરકારશ્રી તરફથી મળતી સહાય થી તેઓ વંચિત રહી ન જાય, તે હેતુથી કાર્યરત નિર્ભયા ટીમ:
હાલમાં નિર્ભયા ટીમ નિર્ભયા મંગલમનાં અંતગર્ત અભિયાનમાં પી.એસ.આઇ શ્રી. કે .કે .પાઠક નાં નેતૃત્વમાં કામ કરી રહેલ જાંબાઝ બહાદુર મહિલા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગામે-ગામે ફરી વિધવાઓ અને વૃદ્ધા લોકોને કોઈ તકલીફ ના પડે અને સરકારશ્રી તરફથી મળતી સહાય થી તેઓ વંચિત રહી ન જાય, તે હેતુથી પોલીસ અધિક્ષકશ્રી ના સૂચનાથી કામ કરી રહેલ નિર્ભયા ટીમની એક ઘટના સાગબારા તાલુકામાં જોવા મળી, જેમાં સાગબારાનાં સીમનીપાદર ગામમાં એક વિધવા મહિલા વસાવા હીરાબેન ઉરજીભાઈ નિર્ભયા ટીમને અરજી આપેલ કે મારા જમીન ઉપર મારા ગામના જ વસાવા હિતેશભાઈ કાંતિલાલ ઇરાદાપૂર્વક જમીનને હડપી લેવા કોશિશ કરી રહ્યા છે, એ જમીન ખેડવા અને મારી જમીન ઉપર ગેરકાયદેસર બાથરૂમ બનાવવા કામ કરી રહ્યા છે, જે બાબતે સાગબારાનાં નિર્ભયા ટીમને અરજી આપેલ જે અરજી બાબતે તાત્કાલિક નિર્ભયા ટીમની મહિલા પોલીસ વસાવા નર્મદાબેન અને વસાવા દર્શનાબેન વિધવા મહિલા હીરાબેન ને પોતાના સ્કુટી પર બેસાડી તરત જ એમના ઘેર જઈ ને એમની જમીન પાછી અપાવી અને જમીન ઉપર બાથરૂમ બનાવતા વસાવા નીતીશ ભાઈ કાંતિલાલ ને કામ રોકી હિરાબેન ને એમની જમીન પાછી અપાવી હતી. આવી સરાહનિય કામગીરી બદલ નર્મદા જિલ્લાની અને ગુજરાતની પ્રથમ નિર્ભયા ટીમ ગુજરાતમાં વખણાય રહી છે.