
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ભૂતબેડા ગામે મોહન નદી પર આવેલ ચેકડેમ ઓળંગતા એક વ્યક્તિ પાણીમાં તણાયો;
NDRF ની ટીમ દ્વારા ઘટના સ્થળે સઘન શોધખોળ છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો અંતે ગ્રામજનોની મહેનત રંગ લાવી!!!
દેડીયાપાડા તાલુકાના ભૂતબેડા ગામે મોહન નદી પર આવેલ ચેકડેમ ઉપરથી પાણીનાં વહેતા પ્રવાહ વચ્ચે પસાર થતાં એક વ્યક્તિ પાણીમાં તણાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 19 ઓગસ્ટ, 2022 ના રોજ ભૂતબેડા ગામનો એક વ્યક્તિ નવાગામ તુંડી થી ભૂતબેડા ગામે પરત ફરતા સાંજના પાંચ વાગ્યા ની આસપાસ મોહન નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ પરથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ચેકડેમ ઉપરથી પાણી ફરી વળ્યું હતું. અને આ પાણી નાં વહેતા પ્રવાહ વચ્ચે તે દરમિયાન અચાનક આ વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ હતો. આ બનાવની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી પણ પરીણામ ન મળતા. સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી NDRF ની ટીમ તૈનાત થતાં વ્યક્તિની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.
પરંતુ બે દિવસ સુધી સધન શોધખોળના પ્રયાસ કરવા છતાં એ વ્યક્તિનો કોઈ સુરાગ હાથે લાગ્યો નહોતો. અને આજે સવાર થી ગ્રામજનો ની ફરી સતત શોધખોળ બાદ અંતે નવાગામ તુંડીની સીમ માંથી લાશ મળી આવી હતી. અને તરત ઉમરપાડા પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે પોહચી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.