
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) અંતર્ગત વઘઇ પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો:
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યા
દિનકર બંગાળ, ડાંગ : ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અતર્ગત ડાંગ જિલ્લામાં તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઈ દરમિયાન ડાંગ જિલ્લાના તમામ તાલુકાના આદિજાતિ ગામોમાં ક્લસ્ટર બનાવી અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલના અધ્યક્ષ સ્થાને આજરોજ વઘઇ પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. અહીં વઘઇ તાલુકાના વઘઇ, ચીચીનાગાવઠા, ભેંડમાળ, દગડીઆંબા અને ડુંગરડા ગ્રામ પંચાયતના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના, જનધન એકાઉન્ટ ખોલવા વિગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવી સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ એમ. ગાવિત, વઘઇ મામલતદાર શ્રી પી.કે.પટેલ, વઘઇ તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.આર.પઢીયાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.