શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચ યોજના અને મનરેગા યોજના,ગુજરાત પેટર્ન, એટીવીટી.તેમજ સૌચાલય જેવી વિવિધ પ્રકારની સરકારશ્રીની યોજનાઓ ને તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપવા બાબતે નર્મદા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ તરફથી આવેદન:
આજ રોજ નર્મદા જિલ્લા નાં તમામ સરપંચશ્રીઓ તરફથી નર્મદા જિલ્લા કલેટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ જેમાં (1) નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસના કામો આજ દિન સુધી ચાલુ કરવા માટે વહીવટી મંજૂરી મળી નથી અને 15માં નાણાપંચ બાબતે જવાબદાર અધિકારીશ્રીઓ સાથે વાતચીત કરતા જાણવા મળે છે, કે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશ માટે સરકારશ્રી તરફથી કોઈપણ પ્રકારની ગાઈડ લાઈન મળેલ નથી.
(2)15 મા નાણાપંચની ગ્રાન્ટ માંથી પીવાના પાણીને લગતા કામોમાં નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ દેખતા છુટી છવાઈ વસ્તી હોય, બોર વીથ મોટર તથા હેડપંપ તથા મીની પાણી પુરવઠાનો સમાવેશ કરવો,
15 મા નાણાપંચમાં નાણાકીય વહીવટી ડિજિટલ એકાઉન્ટથી નક્કી કરેલ છે, પરંતુ જેના સંદર્ભે આજ દિન સુધી ગુજરાતના કોઇપણ જિલ્લા કે તાલુકામાં સરપંચો અને તલાટીશ્રી ઓને કોઈ પણ ટ્રેનિંગ કે તાલીમ આપવામાં આવેલ નથી, તેમજ આ બાબતે કોઈ માહિતગાર કરવામાં આવેલ નથી, જેથી આ 15 માં નાણાપંચની નાણાકીય કામગીરી 14 માં નાણાપંચની ગાઇડ લાઇન મુજબ કરવાની રહેશે, 15 મા નાણાપંચ ની કામગીરીમાં ગ્રામ પંચાયત તેની મુખ્ય એજન્સી રહેશે,
(3) નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આદેશ અનુસાર જે તે ગ્રામપંચાયતો મારફતે સૌચાલયો સમયસર બનાવી દેવામાં આવ્યા છે, અને વ્યક્તિગત લાભાર્થી મારફતે પણ સૌચાલય બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી સદર સૌચાલય ની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
(4) નર્મદા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત પણ વ્યક્તિગત લેબરના કામો તથા મટીરીયલ વિકાસના કામોની પણ વહીવટી મંજૂરી જિલ્લા લેવલથી આપવામાં આવી નથી મનરેગા યોજના અંતર્ગત મટીરીયલ વિકાસના કામોને એક વ્યક્તિ ને લાભ મળે, એ હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ ને ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે, જે યોગ્ય નથી ગુજરાતના અન્ય જિલ્લામાં તાલુકા લેવલથી ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે, માત્ર નર્મદા જિલ્લામાં જ જિલ્લા લેવલથી ઈ-ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે જેના સંદર્ભમાં નર્મદા જિલ્લાની સ્થાનિક એજન્સી મારફતે અમદાવાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે રાબેતા મુજબ વિકાસના કામો ગ્રામ પંચાયતોમાં ચાલુ કરાવવા અને ગુજરાત પેટર્ન,એટીવીટી જેવી વિવિધ સરકારશ્રીની યોજનાઓ વિકાસના કામોના મુદ્દાઓને ધ્યાનમાં લઇ આગળની ઘટતી કાર્યવાહી કરી વહેલી તકે સુખદ નિરાકરણ આવે તે બાબતે નર્મદા જિલ્લાનાં તમામ સરપંચશ્રીઓ દ્વારા નર્મદા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.