
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા: રાજપીપળા જિલ્લા મથકે આજ રોજ તારીખ 4/11/2020 ના રોજ નર્મદા જિલ્લા ની આમ આદમી પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઇ હતી.
જેમાં દિલ્લી થી શ્રી રાજેન્દ્રભાઇ શાહ (હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ & કાશ્મીરના પ્રભારી) ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ દેસાઈ , મધ્ય ઝોન સંગઠન મંત્રી. શ્રી અર્જુનભાઇ રાઠવા , નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા તેમજ નર્મદા જિલ્લાના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ, તાલુકાના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં જિલ્લા તેમજ તાલુકાઓની સંગઠન ની હાલની સ્થિતિ તેમજ આવનાર ચૂંટણી બાબતની વિશેષ ચર્ચાઓ વિચારણાઓ આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો દ્વારા કરવામાં આવી હતી.