
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના સોનગઢ તાલુકાનું બોરદા ગામ આ ગામનાં યુવા કાર્યકર્તા રાજેશભાઈ રામસિંગભાઈ વસાવાના 27 મા જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
બોરદા ગામનાં યુવા કાર્યકર્તા રાજેશભાઈ રામસિંગભાઈ વસાવાના 27 મા જન્મદિનને યુવા મિત્રોએ અનોખી રીતે ઉજવ્યો હતો, જન્મ દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડોક્ટર શાંતિલાલ ચૌધરી એ જણાવ્યું કે કોરોના કાળમાં બ્લડની અછતને પોહોચી વળવા જરૂરી છે રક્તદાન દરેકે કરવું જ જોઈએ જેથી સગર્ભા બહેનોને/ સિકલસેલના દર્દીઓને અને રોડ અકસ્માત જેવા અન્ય કેશોમાં લોહીની જરૂર પડતી હોય છે સાથે લોહી દ્વારા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુદર નો ઘટાડો કરી શકાય છે બોરદા જેવા તાપી નાં અતિ પછાત વિસ્તારમાં બ્લડ ડોનેટ કેમ્પ સરાહનીય કાર્યક્રમ કહી શકાયઃ એવું આ પ્રસંગે ડોક્ટર દિપક ચૌધરી (આરોગ્ય અધિકારી સોનગઢ) દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આવાં નવતર કાર્યક્રમ માટે આદિવાસી યુવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં ડોક્ટર દિપક ચૌધરી સાથે ડોક્ટર શાંતિલાલ ચૌધરી( બ્લડ બેન્કનાં મેડિકલ ઓફિસર) તેમજ ડોક્ટર ઋત્વિજ નાઈક (ડુંગરી આમલપાડા) તેમજ આમલપાડા ગામના જ વતની રોશન વસાવા ( દિવ્યાંગ ક્રિકેટ પ્લેયર) અને ગામના અનેક વડીલો અને યુવાનો આ બ્લડ ડોનેટ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.