શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
સિસોદ્રા ગામમાં 70 જેટલા ઘરોમાં નર્મદાના પુરનું પાણી ઘુસી જતા લોકો પોતાની રીતે સલામત સ્થળે ખસી ગયા: નર્મદા સરકારી તંત્ર વામણું સાબિત થયું.
પુરગ્રસ્તોનો આક્ષેપ: ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોઈ અધિકારી તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી મુલાકાત લેવા સુદ્ધા ફરકયા નથી.
ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે નર્મદા ડેમમા પાણીની આવક થતા 10 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામા આવતા નર્મદા, ભરૂચ, અને વડોદરા જીલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ ગામોમાં ગામોમાં પાણી ઘુસી જતા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નર્મદા જિલ્લાના તાલુકાના સિસોદ્રા ગામમા નર્મદા નદીમા પુર આવતાં, લગભગ 25 જેટલાં ઘરના લોકો પોતાની રીતે સલામત સ્થળે ખસી ગયાં હતાં, તો કેટલાક નજીકના રહેવાસીઓએ વિસ્થાપિત થયેલાં પરિવારોને આશરો આપ્યો હતો.
સિસોદ્રા ગામના છેવાડે મજુરી કામ અર્થે રહેતાં 50 જેટલાં શ્રમિકો એ ગામની હાઈસ્કુલમા આશરો મેળવ્યો હતો, તેમને પણ મદદના નામે ગઈકાલે માત્ર એક ટાઈમ બાફેલા ચોખા આપવામા આવ્યાં હતાં, ત્યાર બાદથી તેઓ ને કશું જમવાનું આપવામા આવ્યુ નથી, મહીલાઓ અને નાના બાળકો ભૂખ્યાં ટળવળી રહ્યા છે. તો બીજી બાજુ ગામના કસ્બા ફળીયામા 15 જેટલાં મકાનોમા પાણી ફરી વળ્યા હતાં, 50 જેટલાં લોકો પોતાનુ ઘર છોડવા મજબુર બન્યાં છે, તેઓની ઘર વખરી અને સામાન પણ નુકશાન પામ્યાં છે.
ડીઝાસ્ટર મેનેજમેન્ટની સૂફીયાણી વાતો કરતી ગુજરાત સરકારનુ એક પણ અધિકારી, તેમજ સ્થાનિક ગ્રામપંચાયતના સરપંચ કે તલાટી પણ મુલાકાત લેવા સુદ્ધા ફરક્યા નથી તેવો આક્ષેપ પૂરગ્રસ્તો એ કર્યો હતો.
તેઓએ એવી પણ માંગ કરી છે કે સરકારી વહીવટી તંત્ર તેઓની માહિતી મેળવી થયેલાં નુકશાનનુ સર્વે કરી તાત્કાલિક તેમને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરે.