શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લા પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષે વિજય પટેલનું નામ જાહેર થતાં ડાંગ પંથકમાં રાજકારણ ગરમાયું: ભાજપને આંતરિક નારાજગી સાથે મંગળભાઈ ભારે પડે તો કદાચ ખોટું નહિ?
ડાંગ : ગુજરાત રાજ્યમાં વિધાનસભાની બેઠક માટે આગામી દિવસોમાં યોજાનાર પેટાચૂંટણી માં ભાજપ પક્ષે વિજયભાઈ પટેલનું નામ જાહેર કર્યું. વિજયભાઈ ભાજપ પક્ષમાં છેલ્લા 4 ટર્મથી દાવેદારી કરતાં આવ્યાં છે. જેમાં ફક્ત એકવાર તેમને જીત મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે, જેને લઈને ભાજપ પક્ષે આજે 7 બેઠકોનાં નામો જાહેર કર્યા છે, જેમાં અનુસૂચિત જન જાતિની ડાંગ 173 બેઠક માટે વિજયભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે, વિજયભાઈ પટેલ હનવતચોંડ ગામનાં વતની છે, તેઓ છેલ્લા 4 ટર્મથી ભાજપ પક્ષે વિધાનસભામાં દાવેદારી કરતાં આવ્યાં છે, જેમાં તેમને ફક્ત 1 વાર 2007 ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી હતી, ડાંગ ભાજપ પક્ષ પાસે સક્ષમ દાવેદારો હોવા છતાંય પાર્ટી દ્વારા વિજયભાઈને જ ટિકિટ આપવામાં આવે છે, સ્થાનિકોનું માનીએ તો વિજયભાઈ પટેલનાં મિજાજનાં લીધે અને વારંવાર તેમને જ પાર્ટી ટિકિટ આપતી હોવાથી અન્ય સભ્યો નારાજ થઈ ભાજપની હારનું કારણ ગણાય છે. ગુજરાત ભાજપનું રાજકારણ જોતા જ્યાં પણ પેટા ચુંટણી યોજાય છે ત્યાં ભાજપની જીત થઇ છે, ડાંગમાં વિજયભાઈનો વિજય રથ એટલો ભારે પણ નથી! પરંતુ ડાંગમાં સક્ષમ નેતાઓની નારાજગી ભાજપને ભારે પડે તો કદાચ ખોટું નહિ?
છેલ્લાં 4 ટર્મથી વિજયભાઇ માટે મતદાતાઓનું ગણિત.
2002 – વિજેતા ઉમેદવાર – ભોયે માધુભાઈ જેલ્યાભાઈ – પાર્ટી કોંગ્રેસ- મત 28610 – લીડ 10147
2002 – હરીફ ઉમેદવાર – ભોયે વિજયભાઈ રમેશભાઈ – કુલ મત- 27188
2007 – વિજેતા ઉમેદવાર – પટેલ વિજયભાઈ રમેશભાઈ – પાર્ટી BJP – મત 56860 – લીડ 7883
2007 – હરીફ ઉમેદવાર – ભોયે માધુભાઈ જેલ્યાભાઈ – કુલ મત- 48977
2012 – વિજેતા ઉમેદવાર – ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ – પાર્ટી કોંગ્રેસ – મત 45637 – લીડ 2422
2012 – હરીફ ઉમેદવાર – પટેલ વિજયભાઈ રમેશભાઈ – કુલ મત- 43215
2017 – વિજેતા ઉમેદવાર – ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ – પાર્ટી કોંગ્રેસ – મત 57820 – લીડ 768
2017 – હરીફ ઉમેદવાર – પટેલ વિજયભાઈ રમેશભાઈ – કુલ મત- 57052
ડાંગ બેઠક કોંગ્રેસનો ગઠ ગણાય છે ત્યારે અહીં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલ અને વિધાનસભામાંથી રાજીનામું આપનાર મંગળભાઈ ગાવીત પોતે ટિકિટનો દાવો કરી રહ્યા હતા. રાજ્યમાં 8 વિધાનસભાનો બેઠક માટે 5 ઉમેદવારો કે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યાં હતાં ભાજપે તેમને ટિકિટ આપી છે, હવે મંગળભાઈ ને ટિકિટ ન મળતાં તેઓ કોને સપોર્ટ કરશે તે જોવાનું રહ્યું કારણ રાજીનામુ આપી ચૂકેલ મંગળભાઈ ભાજપમાં જોડાવાના છે એવી વાતોના કારણે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં હવે જોવું રહ્યું ડાંગની જનતા અને ડાંગના પીઢ આગેવાનો નો મુડ: વધુમાં મંગળભાઈ ગાવીત પોતે કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ડાંગ મુલાકાત દરમિયાન તેઓ ભાજપની મિટીગોમાં જોવા મળ્યાં હતાં.