
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા પ્રેસનોટ.
વઘઇ તાલુકાના ગીરા દાબદર ગામમાં એક કેસ, તેમજ ધાંગડી ગામમાં એક કેસ મળીને કુલ બે COVID-19ના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા લોકોમાં હડકંપ: સાથે દરેક પરિસ્થિતિને પહોચવા જીલ્લા તંત્ર,આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં,
આહવા: ડાંગ… નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. COVID-19 ને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિઘ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૩૧-૦૭-૨૦૨૦ સુઘી કેટલીક છુટછાટ સાથે લોકડાઉનની અવઘિ લંબાવવાના આદેશ કરેલ છે. સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં COVID 19ના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહેલ છે.
જેના અનુસંઘાને કેન્દ્ર સરકારના ઉક્ત હુકમ અન્વયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન અંગે અનલોક-ર ની માર્ગદર્શિકા સાથે જાહેરનામું પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ મહામારીની વર્તમાન પરિસ્થિતીનો સામનો કરવા તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન, તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાઓ લેવા જિલ્લા કલેકટરશ્રીને જરૂરી સત્તાઓ આપવામાં આવેલ છે.
જે મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ગીરા દાબદર ગામમાં એક કેસ, તેમજ ધાંગડી ગામમાં એક કેસ મળીને કુલ બે COVID-19ના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંઘ ફરમાવવાની જરૂરિયાત જણાતા ડાંગ જિલ્લાના કલેકટર-વ-જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ–૨૬(ર), તેમજ ઘી એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨, તેમજ ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ-૩૦, તથા કલમ-૩૪ હેઠળ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંઘ ફરમાવ્યો છે.
જે મુજબ COVID-19 ના પોઝીટીવ કેસ મળી આવેલ વિસ્તારમાં નીચે મુજબની વિગતે COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે.
(અ) ગીરા દાબદર તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરમાં આંતરીક રોડ સુધીનો વિસ્તાર, પૂર્વમાં કુડકસ રોડ સુઘીનો વિસ્તાર, દક્ષિણે ઇન્દુરામભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે શૈલેષભાઇના ઘર સુઘીનો વિસ્તાર
(બ) ધાંગડી તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરે હરીભાઇના ખેતર સુઘીનો વિસ્તાર, પૂર્વમાં સુરેશભાઇના ખેતર સુઘીનો વિસ્તાર, દક્ષિણે કોતર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે સુરેશભાઇના ખેતર સુઘીનો વિસ્તાર
ઉક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે.
- નીચે જણાવેલ વિસ્તારને COVID-19 બફર ઝોન (BUFFER ZONE) એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.
(અ) ગીરા દાબદર તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરમાં સીતારામભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પૂર્વમાં કુડકસ રોડ સુઘીનો વિસ્તાર, દક્ષિણમાં ગનશ્યાભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે મુકેશભાઇના ઘર સુઘીનો વિસ્તાર
(બ) ધાંગડી તા.વઘઇ જિ.ડાંગ
ઉત્તરમાં હરીભાઇના ખેતર સુધીનો વિસ્તાર, પૂર્વમાં હરીભાઇના ખેતર સુધીનો વિસ્તાર, દક્ષિણમાં કોતર સુધીનો વિસ્તાર, પશ્ચિમે રાજેશભાઇ સતિશભાઇના સુઘીનો વિસ્તાર
ઉક્ત મુજબના વિસ્તારને (BUFFER ZONE) તરીકે જાહેર કરવામાં આવે છે. ઉપર્યુકત બફર ઝોનમાં આવશ્યક સેવાઓના પુરવઠા સબંઘિત અવર જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુઘી મુકિત આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રિય વાહન પર ૧ (એક) વ્યક્તિથી વઘુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યક્તિ (ડ્રાઇવરસહિત) થી વઘુ પ્રવાસ કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.