શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનાના વિરોધમાં આજે ડાંગ જિલ્લામાં આવેલ આહવા તેમજ વઘઇ, સુબિર, સાપુતારા સહિત જાહેર બજારના સ્થળો બંધને સંપૂર્ણ સમર્થન મળતા લારિગલ્લા અને રેસ્ટોરન્ટ સ્વયંભૂ બંધ પાળી સમર્થન આપ્યું તેમજ આ સહિતના બજારો બંધ રહ્યા.
આદિવાસી સમાજનાં અનેક સંગઠન દ્વારા કરવામાં આવી હતી ડાંગ બંધ ની અપીલ:
પોલીસ દ્વારા જુવાનો પર ગુજારવામાં આવેલ અત્યાચાર ખુલ્લો પડતાં પોલીસને કરાયા છે સસ્પેન્ડ,
આહવાનાં સરપંચ હરિરામ સાવંત દ્વારા કરવામાં આવી હતી અપીલ કે સોમવાર ના રોજ આહવા નગરના તમામ નાના-મોટા વેપારીઓ, બંધુઓને પોતાની દુકાનો સ્વયંભૂ રીતે બંધ પાળવા માટે અપીલ કરું છું. સાથે સર્વે નગરજનોને પણ આહવા નગર બંધમાં જોડાવા અપીલ કરું છું. અને તેમની તથા આદિવાસી સંગઠન ની અપીલ ને મળ્યો હતો સારો પ્રતિસાદ લોકો એ પાળ્યું બંધ,
વધુમાં આપણા જિલ્લાના આ બે આદિવાસી દીકરાઓ માત્ર ૧૯ વર્ષની વયના હોવાથી તેમના પરીવાર ઉપર ખૂબ મોટું સંકટ આવી પડેલ છે. જેથી તેમના પરીવારને આપણા વેપારી બંધુઓ તરફથી આર્થિક મદદ પણ મળે તે બાબતે આગળ આવવા અપીલ કરું છું. આપણી આ લાગણી બે સદગત નવયુવાનોને શ્રધ્ધાંજલી રૂપે અર્પિત્ત થશે. જેથી ફરી આપ સૌને વિશ્વાસ સાથે સહકાર આપવાનો અનુરોધ કરૂ છું..
આહવા નગરના તમામ વેપારી મિત્રો સહિત સર્વે નગરજનોને આપણા ડાંગ જિલ્લાના વઘઈના બે યુવાનોનું ચિખલી પોલીસ સ્ટેશન ખાતે થયેલ મૃત્યુ અને પોલીસ દ્વારા થયેલ અમાનવિય અત્યાચાર વિરુદ્ધ આપણી એકતા દર્શાવવા તેમજ મૃત્યુ પામનાર આદિવાસી યુવાનોના પરીવારોને ન્યાય મળે, આ કેસની નિષ્પક્ષ તપાસ થાય અને સંબંધિત ગુનેગારોને આકરામાં આકરી સજા માટે કરવામાં આવી સ્વયંમ ભૂ બજાર બંધ પાળી કરવામાં આવી માંગ: