શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
Kvk દ્વારા ‘જમીન સુપોષણ અને સંરક્ષણ જનજાગૃત્તિ” કાર્યક્રમનું ડાયલ-આઉટ કોન્ફરન્સ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી આયોજન કરવામાં આવ્યું:
રસાયણનો ઉપયોગ ઘટાડીને રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : ડો. વલ્લભભાઈ કથીરીયા
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા આજ તા. ૨૦/૦૪/૨૦૨૧ના રોજ “જમીન સુપોષણ અને સંરક્ષણ જનજાગૃત્તિ” કાર્યક્રમનું ડાયલ-આઉટ કોન્ફરન્સ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં તાપી જીલ્લાના કુલ ૧૫ ગામોના ૧૫૦ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય ગૌસેવા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય ડો. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે જળ, જમીન અને જીવ બચાવવાનું અભિયાન એટલે જમીન સુપોષણ અને સંરક્ષણ. ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે આપણે વધારે પડતો અને અયોગ્ય માત્રામાં રસાયણોનો ઉપયોગ કરીને જમીનને ઝેર યુક્ત બનાવી નબળી કરી દીધી છે જેથી પાકની ઉત્પાદકતા પણ ઘટી ગઈ છે. અન્નમાં ઝેરી તત્વોના લીધે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયેલો છે. જેના માટે હાલના સમયમાં ગૌ આધરિત ખેતી એક માત્ર વિકલ્પ છે. જેના માટે આપણે ગૌ આધારિત ખેતી કરીશું તો રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીશું.
કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી અને પ્રાંત ગ્રામ વિકાસ પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાતના ડો. પરેશભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે આપણે ભૂમિને મા તરીકે પોકારીએ છીએ માનું સ્થાન સર્વોચ્ચ છે. ભારત દેશની ધરતી ઋષિઓ અને દેવોની ભૂમી છે. આ ભૂમિ સુપોષણ અભિયાન દ્વારા ભારતની સાથે સાથે વિશ્વના કલ્યાણની પણ ભાવના જોડાયેલી છે. અભિયાનનો મુખ્ય ધ્યેય વ્યવહારીક જીવનને ભૂમિ સાથે જોડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે વનવાસીઓ કુદરતના રૂપને સચોટ રીતે ઓળખી શકે છે. વધુમાં તેમણે ભૂમિ સુપોષણ અભિયાનને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને ખૂબજ સરળ ભાષામાં આ અભિયાનની મહત્તા સમજાવી હતી.
કાર્યક્રમના અતિથી વિશેષશ્રી અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારીના ડો. સી. કે. ટીંબડીયાએ આ જનજાગૃતિ અભિયાનનો હેતુ સમજાવી જણાવ્યું હતું કે જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની વસ્તી અને અળસીયા નહી હોય તો આગામી સમયમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ડો. ટીંબડીયાએ જણાવ્યું હતું કે રસાયણોનો ઉપયોગ ઘટાડીને આપણે પ્રકૃતિનું જતન કરવું પડશે. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન), કેવીકે-વ્યારાએ જમીન સુપોષણ અને સંરક્ષણ વિશે કેવીકેના વડા ડૉ. સી. ડી. પંડયાએ કર્યું હતું.
વિસ્તૃત રીતે સરળ ભાષામાં ખેડૂતોને માહિતી આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કેવીકેના વડા ડૉ. સી. ડી. પંડયાએ કરી હતી.