શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી.ગીતાબેન રાઠવા નર્મદા પુર પીડિત ખેડૂતોની વહારે પહોંચ્યા હતા.
રાજપીપળા: નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને કરજણ ડેમ માં ઉપરવાસ માં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ કરજણ ડેમ માં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા જિલ્લાના નાંદોદ ,ગરુડેશ્વર, અને તીલકવાડા તાલુકામાં નદી કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા , ખેડૂતો નો લાખો કરોડો રૂપિયાનો પાક નષ્ટ થવા પામ્યો છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરો તેમજ મંદિરોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે, જેને ધ્યાનમાં લેતા છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી. ગીતાબેન રાઠવા ના અધ્યક્ષ સ્થાને હજરપરા, ભચરવાડા, ધાનપોર, શહેરાવ જેવા ગામોની મુલાકાત લીધી હતી, અને દરેક ખેડૂત મિત્રો ને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના હોદેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડે રૂબરૂ સ્થળ પર જઇ અને ખેડૂતો અને ગ્રામજનોની વેદના સાંભળી અને દરેક લાભાર્થીઓને યોગ્ય વળતર મળી રહે એ માટે તમામ ખેડૂત મિત્રોને ખાતરી આપી.