વિશેષ મુલાકાત

ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષા સંદર્ભે બેઠક યોજાઇ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં આગામી ૨૬મીએ યોજાનાર ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષા સંદર્ભે બેઠક યોજાઇ હતી, 

કોઇ પણ ઉમેદવાર કેલ્ક્યુલેટર, મોબાઇલ/સેલ્યુલર ફોન કે અન્ય કોઇ ઇલેકટ્રોનિક આઇટમો લઇ જવા પર પ્રતિબંધ: 

વ્યારા-તાપી: ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કીસેવા વર્ગ-૧/૨ અને ગુજરાત નગર પાલીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ માટે આગામી તા.૨૬/૧૨/૨૦૨૧ના રોજ સવારે ૧૦ થી ૧ કલાક સુધી અને બપોરે ૦૩ થી ૦૬ વાગ્યા સુધી પરીક્ષા યોજાનાર છે. તાપી જિલ્લામાં આ પરીક્ષાઓ ગેરરીતી વગર અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ શકે તેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા પંચાયતના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. 

કલેકટરશ્રીએ ઉપસ્થિત નોડલ ઓફિસરોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓ આવનાર સમયમાં કયારેક ને ક્યારેક અધિકારી/કર્મચારી બનશે. તેઓને પરીક્ષા દરમિયાન કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે જીપીએસસીની માર્ગદર્શિકા અનુસાર તમામ કામગીરી જવાબદારીપૂર્વક કરવી જરૂરી છે. આ ઉપરાંત તેમણે કોઇ પણ ઉમેદવાર કેલ્ક્યુલેટર, મોબાઇલ/સેલ્યુલર ફોન કે અન્ય કોઇ ઇલેકટ્રોનિક આઇટમો લઇ જઇ શકશે નહિં એમ જણાવ્યું હતું. વધુમાં પરીક્ષા આપવા દરેક વિદ્યાર્થીને માસ્ક પહેરવાની સાથે પરીક્ષા કેંદ્ર ખાતે સેનીટાઇઝર અને મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગન દ્વારા સ્ક્રીનીંગ અને ચુસ્ત પોલીસ બંદબસ્ત રાખવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યા હતા. 

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા પ્રેશનટેશનના માધ્યમથી ઉપસ્થિત સૌને પરીક્ષાને અનુલક્ષીને વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પરીક્ષા અર્થે ૨૦ કેન્દ્રો ખાતે ૨૨૮ બ્લોક નકકી કરવામાં આવ્યા છે. જેમાં ૫૪૫૭ ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં આપશે. આ પરીક્ષાના સુચારૂ સંચાલન માટે નિમવામાં આવેલા આયોગના પ્રતિનિધિઓ, કેન્દ્ર સંચાલકો, નાયબ કો-ઓર્ડિનેટરો, તકેદારી સુપરવાઇઝરો, સુપરવાઇઝરો માટે આયોગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓ અંગે તેમણે વિસ્તૃત જાણકારી આપી સૌ સાથે ચર્ચા કરી હતી. 

બેઠકમાં અધિક નિવાસી કલેકટર આર.જે.વલવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલ, સહિત ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है