શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી
નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકાનું મહુવાસ ગામનાં નીચલા ફળીયા અને તોરણ ફળીયાનાં લોકો આજ દિન સુધી પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે, ગુજરાત રાજ્યનાં લોકલાડીલા મુખ્યમંત્રી અને ભારત દેશનાં પ્રધાનમંત્રીશ્રીનાં સપનાનું ગ્રામીણ ભારતનું જેમાં “દરેક વ્યક્તિને પાકું ઘરનું” આયોજન અધિકારીઓ કે ચુંટાયેલ પ્રતિનિધિ કોનાં પાપે અધૂરું? પંચાયતનાં રિપોર્ટ મુજબ મહુવાસ ગ્રામપંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ હેઠળ ગામના કુલ 225 કુટુંબોને આવાસ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ છે, આ વિસ્તારમાં રહેનાર કોટવાળીયાં અને ભીલ જાતિના લોકોનાં ઘરની સ્થિતી ઘણી કફોડી છે, તેમ છતાં તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કે જોબ કાર્ડ રોજગારી સરકારી યોજનાના લાભોથી વંચિત રાખવામાં આવેલ છે, હાલ તેમને ઘરે પીવાનાં પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી તેથી દૂર કુવામાંથી પીવાનું પાણી લેવા જવું પડે છે, સરકારે જાહેર કરેલ વિકાસ, સુવિધાઓનાં આંકડા આ ગામમાં પોકળ?
ગામજનોએ 4 જૂનના રોજ વાંસદા તાલુકાના વિકાસ અધિકારી અને ટી.ડી.ઓ.સાહેબને લેખિતમાં અરજી પણ આપી છે, પરંતુ
હજી સુધી ત્યાં કોઈ જવાબદાર અધિકારી જોવા પણ આવ્યું નથી! ગામ લોકોએ મળતીયાઓને લાભ અપાવવામાં આવે છે ની કરી સરપંચને ફરિયાદ!
પ્રાપ્ત માહિતી મુજબ ગામનાં કોટવાળીયાં અને ભીલ જાતિના લોકોને આજે પણ જોબકાર્ડ આપાયાં નથીઃ
આ તમામ સમસ્યાને લઇને ગ્રામજનો મહુવાસ ગ્રામ પંચાયતનો ઘેરાવ કરી સરપંચ અને સભ્યો સામે સવાલો કર્યા હતા અગાઉ પણ પાણીની સમસ્યાને લઇ ને મીડિયા દ્વારા મદદ લેવી પડી હતી. ગામનાં સરપંચ દ્વારા લોકોને અપાય દરેક કામો કરવાં ખાત્રી.