શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપીમાં જાહેરાતો માટેના બેનરો ખીલીઓ દ્વારા વૃક્ષો પર લગાવવાથી વૃક્ષો અને પર્યાવરણ થતા નુકશાન બાબત આવેદનપત્ર અપાયું હતું.
આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર હાલમાં ક્લાઇમેટ ચેન્જ ને કટોકટી ગણી ને તાત્કાલિક પગલાંઓ લેવાનું ફરજીયાત બની ગયું છે, દુનિયાના 11258 વિજ્ઞાનીઓ એ એક સાથે આખા જગતને ક્લાઈમેટ ચેન્જ મુદ્દે તત્કાળ પગલાં લેવાની ચેતવણી આપી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જંગલો ને બચાવવું અને વધારવું ખૂબ જરૂરી થઇ ગયું છે, એ સાથે વૃક્ષોની જાળવણી ખૂબ જ જરૂરી છે. ત્યારે અમારા દ્વારા ઘણા સમયથી ધ્યાનમાં લેવામાં આવ્યું છે, કે શહેરો અને ગામોમાં જાહેરાતો માટેના હોર્ડિંગ બેનર વૃક્ષો ઉપર ખીલીઓ અને ખીલાઓ દ્વારા લગાડવામાં આવે છે, જેનાથી વૃક્ષોને ખૂબ જ ઈજા થાય છે. પ્રોફેસર જગદીશ ચંદ્ર બોઝ એ સાબિત કર્યું છે, કે વૃક્ષો પણ ઘણાં જ સંવેદનશીલ હોય છે, જો તમે એમને પ્રેમ આપશો તો એમનો ૧૦૦% ટકા વિકાસ થશે. જો તમે એમને ગાળો આપશો તો એ મરી જશે. વૃક્ષોમાં પણ જીવ હોય છે ખીલીઓથી વૃક્ષો પણ ઈજા અનુભવે છે. આજે લાખો વૃક્ષો ખીલીઓ થી અને વિવિધ ફંગલ બેક્ટરિયલ ચેપ થી પ્રભાવિત થાય છે. પોતાના સ્વાર્થ માટે વૃક્ષોને ઈજા પહોંચાડવી જરા પણ યોગ્ય નથી.
દર વર્ષે ઘણાં વૃક્ષો રોપવામાં આવે છે, પરંતુ એમની સારસંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આજે આખું વિશ્વ વાતાવરણમાં થતા ફેરફાર માટે લડત આપતાં વૃક્ષો બચાવો અને વનીકરણ કે જંગલ વધારવા માટે સપોર્ટ કરી રહ્યું છે . હાલમાં પુણે ના પિંપરી- ચિંચવાડ ના કમિશનરે વૃક્ષોમાં ખીલીઓ કે ખિલાઓ લગાડી ને વૃક્ષો ને નુકશાન કરવું એને ગુનો જાહેર કર્યો છે. ત્યારે તાપી જિલ્લા માં પણ આ રીતે વૃક્ષો ને નુકશાન પહોંચાડનાર લોકો ને સજા કરવા માટે પગલાંઓ લેવાની જરૂર છે. તેમજ જિલ્લામાં તમામ વૃક્ષો પર ના બેનરો અને ખીલીઓ કાઢવા માટે બેનર ના માલિકો દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે Human Alliance ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારા અને સાથી મિત્રો દ્વારા જાહેરાતો માટે ના બેનરો ખીલીઓ દ્વારા વૃક્ષો પર લગાવવાથી વૃક્ષો અને પર્યાવરણ ને થતા નુકશાન બાબતે તાપી જિલ્લાના કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.