
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા ખાતે તાલુકા યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો, કોરોના મહામારી દરમિયાન ડોક્ટર્સ, નર્શ, તાલુકા મથકે કીટવિતરણ, ટિફિન સેવા, ઓક્સિજન બોટલ ની મદદ , જે કાર્યકર્તાઓએ પોતાની જાનની પરવા કર્યા વિના રાત- દિવસ લોકોની પડખે રહેતા વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નર્મદા જીલ્લા ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા, રણજીતભાઈ ટેલર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન , તાલુકા સંગઠન પ્રમુખ ઇશ્વરભાઈ , તાલુકા સંગઠન મહામંત્રી ધર્મેશભાઈ, મનસુખભાઈ , સિંચાઇ સમિતિ ના અધ્યક્ષ સોમાભાઈ, નર્મદા જીલ્લા SC મોરચાનાં પ્રમુખ , ડેડિયાપાડા જિલ્લા પંચાયતના સદસ્ય હિતેષભાઈ વસાવા, નર્મદા જીલ્લા સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ મલેક મિનહાજ, બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ યુવા મોરચા પ્રમુખ પિયુષભાઈ , યુવા મોરચા મહામંત્રી લાલસિંગ ભાઈ અને યુવા મોરચાનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.