શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામ કેશબંધ ગામના યુવાન કવિ એ ડાંગને વિશ્વસ્તરે ફરી એકવાર ગૌરવ અપાવ્યું:
આહવા : ગુજરાત રાજ્યનો છેવાડે આવેલો ડાંગ જીલ્લો તેના કુદરતી સૌંદર્યને કારણે જાણીતો છે. ઘટાદાર જંગલો સાથે પંખીઓનો કલરવ અને ખડખડ વહેતી નદીઓ અને ઝરણાઓ મનને આનંદ વિભોર બનાવી દે છે.નાનકડો જિલ્લો હોવા છતાં ઘણા બધા ક્ષેત્રમાં અલગ નામના ઉભી કરતા છુપા રત્ન ડાંગને ગૌરવ અપાવી રહ્યા છે. આજે સાહિત્ય કલા પ્રેમી એવા યુવાન કવિ -લેખક પ્રોફેસર અને હાલમાં આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી ખાતે આસિ. પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ડો.જયંતિલાલ ભીલખભાઈ બારીસ નામના કવિ ડાંગ ના અંતરિયાળ વિસ્તાર કેશબંધ ગામ ગુજરાત રાજય અને ભારત દેશ ને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે . કેશબંધ ગામના સામાન્ય પરિવાર માંથી આવતા ડો.જયંતિલાલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પિતા ભીલખભાઈ અને માતા પાનીબેન વરસાદ આધારિત ખેતી કરી ગુજરાન ચલાવે છે. ડૉ. જયંતિલાલ વિશ્વહિન્દી રચનાકાર મંચ દ્વારા તેમજ સારા સચ વિશ્વ હિન્દી સાહિત્યકાર મંચ હેઠળ ડો.જયંતિલાલ ઓનલાઇન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાવ્ય સ્પર્ધા માં ઝમપલાવ્યું હતું. તેમને અગાઉ આંતરરાષ્ટ્રીય કાવ્ય સ્પર્ધા માં દ્વિતીય ક્રમ રહેવા સાથે “હિન્દી સાહિત્ય રત્ન” એવોર્ડ મેળવ્યો હતો. તેમને કુલ મળી રાષ્ટ્રીય ચાર(4) એવોર્ડ મળી ચૂકયા છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ત્રણ (3) એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ફરી તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓગણીસ (19) વચ્ચે કાવ્ય સ્પર્ધા માં ભાગ લીધો હતો, તેમાં તેઓ ફરી દ્વિતીય ક્રમે વિજેતા થતા તેમણે “આંતરરાષ્ટ્રીય ટેલેન્ટેડ” એવોર્ડ શિક્ષા કાર્ય ક્ષેત્રે પ્રાપ્ત થયો છે.
ડૉ. જયંતિલાલના અત્યાર સુધી 92 રચનાઓ અને 8 પુસ્તકો પ્રકાશિત થયા છે. રાષ્ટ્ર ભાષા હિન્દી સાહિત્યની અનેક સંસ્થાઓની ઓનલાઇન સ્પર્ધાઓમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર ઝળકી ડાંગને વિશ્વ ફલક પર મૂકી ગૌરવ અપાવ્યું છે.
.
ઓનલાઇન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ કલા સાહિત્ય ક્ષેત્રે ફરી એકવાર ડાંગનો ડોંકો વગાડ્યો હતો. કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં,
અને ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન , વાપીના ચેરમેન શ્રી મિલન ભાઈ દેસાઈ તથા કોલેજના આચાર્ય શ્રી ડૉ. પ્રીતિબેન ચૌહાણ સહિત સમગ્ર શિક્ષણ વિભાગે ડૉ. જયંતિલાલને આ સિદ્ધિ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.