
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
રાષ્ટ્રીય મહિલા આયોગ – ન્યુ દિલ્હીના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા ખાતે પશુપાલન વિષય પર તાલીમ યોજાઈ:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી પુરૂત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગ – ન્યુ દિલ્હીના સહયોગથી તા. ૨૫ થી ૩૫ ફેબ્રુઆરી, ર૦રર દિન- ૫ સુધી પશુપાલન વિષય પર દૂધ સહકારી મંડળીમાં સભ્ય હોય તેવી બહેનો માટે તાલીમનું આયોજન કરેલ હતું. જેમાં બહેનોએ ભાગ લીધો હતો.
તાલીમ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાને આવકારી તાલીમ કાર્યક્રમ નો હેતુ સમજાવ્યો હતો. ડૉ.પંડયાએ જણાવ્યું હતું કે સુમુલ ડેરીમાં તાપી જિલ્લામાંથી દૂધનો મોટો હિસ્સો જાય છે.
જો આપણે પશુપાલનમાં વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવીશું તો વધુ દૂધ ઉત્પાદન મેળવી શકીશું. કેવિકેના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જીગર બુટાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે પશુવ્યવસ્થાપન વિષય ઉપર તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું. અન્ય તજારીઓ તરીકે કામધેનુ યુનિવર્સિટીના ડૉ. સંજય પરમાર અને સુમુલ સંસ્થાના ડૉ. વિજય ડઢાણીયાએ વાછરડી પાડીનો ઉછેર અને માવજત તથા પશુસંવર્ધન વિષય ઉપર સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.
તાલીમાર્થીઓને ત્રણ દિવસ માટે પ્રેરણા પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં તેઓએ વલસાડ ખાતે અક્ષર ગૌશાળા અને આદર્શ ગામ ખુંટલી તથા નવસારી ખાતે પશુ સંશોધન કેંદ્ર અને સરદાર સ્મૃતિ કેંદ્ર અને ત્રીજા દિવસે પશુ સંશોધન કેંદ્ર વાંસકુઇ તથા સુમુલ દાણ ફેકટરી, બાજીપુરાની રૂબરૂ મુલાકાત કરાવી પ્રત્યક્ષ નિદર્શન બતાવવામાં આવ્યુ હતું. કાર્યક્રામની શરૂઆતમાં અને અંતમાં તાલીમાર્થીઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં છેલ્લા દિવસે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી ડૉ. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) દ્વારા આભાર વીધી કરી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.