
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયા લોટરવા ઇ-ગ્રામ સેન્ટરની મુલકાતે
વ્યારા- તાપી: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે તાપી જિલ્લાના લોટરવા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયાના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મુકાયો હતો.
આ કાર્યક્રમ અતંર્ગત લોટરવા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયા દ્વારા લોટરવા ઇ-ગ્રામ સેન્ટરની મુલકાત લીધી હતી.
વર્ષ ૨૦૦૨-૦૩થી રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનાં પ્રવેશને વેગ મળે અને પ્રવેશપાત્ર એક પણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયાએ લોટરવા ગ્રામ પંચાયત અને ઇ-ગ્રામ સેન્ટરની વિઝીટ લીધી હતી.
આ પ્રાસંગિક મુલાકાત દરમિયાન તેમણે લોટરવા ગ્રામ પંચાયતના મકાનની સ્થિતિ, ગ્રામ પંચાયત મકાનમાં ફર્નિચરની સ્થિતિ, કોમ્પ્યુટર,વેબ કેમેરા, લેમીનેશન મશીન,વોટર કુલર,પોર્ટેબલ પાવર સીસ્ટમ, સોલાર આર.ઓ, આધાર કીટ, ફીંગર પ્રિન્ટ ડીવાઇસ ,ફાયર એક્ષટેગ્યુશન મશીન ઉપલબ્ધ છે કે નહી, વી.સી.ઇ.આધાર પરીક્ષા પાસ છે કે કેમ, વી.સી.ઈ અને ગ્રામ પંચાયત વચ્ચે કરાર કયારે થયેલ છે અને તેની વેલીડીટી , ગ્રામ સુવિધા એપ્લીકેશનમાં મિલ્કત રજીસ્ટર અપડેટ, ઇ-ગ્રામ પોર્ટલમાં ઉપલબ્ધ B2C સેવાઓ ગ્રામજનોને પુરી પાડવામાં આવે છે કે નહિ વગેરે જેવી મહત્વની બાબતો વિશે નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ વિશેષ જરૂરી દિશા સુચનો કર્યા હતા.