
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા
ઉમરપાડા તાલુકાના વાડી જિલ્લા પંચાયતની બેઠક કેવડી ખાતે મળી હતી અને ઘાણાવડ જિલ્લા પંચાયતની બેઠક ખોડાંબા ગામે મળી હતી, આ પ્રસંગે હરીશ વસાવા વાડીએ જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે દેશનું દેવું કુસકે કે અને ભૂસકે વધી રહ્યું છે બાળક જન્મે છે ત્યારથી જ દેવામાં જન્મે છે સત્તાના જોર શાસન ચાલે છે, lockdown માં ગરીબના ઘરમાં ચૂલો સળગાવવા નો પ્રશ્ન છે, ધંધો-રોજગાર નથી યુવાનો બેકાર છે નોકરી મળતી નથી, જીવના જોખમે યુવાનો કંપનીઓમાં નોકરી ઉપર જાય છે ત્યારે રસ્તામાં પોલીસ એમને પકડી મોટો દંડ આપે છે, સરકારની તિજોરી ખાલી છે અને મોટા મોટા સ્વપ્ના ઓ બતાવી રહી છે, આત્મનિર્ભર યોજના સદંતર નિષ્ફળ નીવડી છે, ફક્ત અને ફક્ત ૮ -૧૦ લોકોને લોન મળી રહી છે, હજારોની સંખ્યામાં લોનની અરજી થઈ લોન મળી નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, ખેડૂતોનું અનાજ બજાર માં આવે ત્યારે ભાવ ગગડી જાય છે, આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ઓમાં આદિવાસી વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને ફેંકી દેવા માટે યુવાનોને હાકેલ કરી હતી.
માંડવી મત વિસ્તારના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે યુપીમાં હાથરસની ઘટના બની દેશ ડગમગી ગયો જ્યાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં મા બેટી સલામત નથી, દીકરીઓને સરેઆમ ઈજ્જત લૂંટાઈ રહેશે ત્યાં ભાજપના મળતીયાઓ આરોપીઓને બચાવવાનું કામ કરે છે, હાથરસની દીકરી મનીષાને ન્યાય મળે એવી માંગણી કરી હતી, આજે આપણા રાજ્યમાં લોકો માટે રોજગારી નથી ઉદ્યોગ ચાલતા નથી બેંકમાં મોટા-મોટા લોકો લોન લઈને વિદેશ ભાગી ગયા અને અહીં નાના ખેડૂતો મધ્યમ વર્ગ વેપારી બેકાર યુવાનો ઓએ ધંધો કરવા લોન લીધી હોય તેમના ઉપર કેસો કરવામાં આવે છે, બેન્ક માંથી ઉગરાણી કરવામાં આવે છે, lockdown માં લોકો પાસે પૈસા નથી તો આવા સમયે ઉઘરાણી માંડવાળ કરવું જોઈએ ખેડૂતોના પાક વીમો મળ્યો નથી, અહીં ઉમરપાડા તાલુકામાં પાક વીમાની ઓફિસ નથી ત્યારે ખેડૂતોનો પાક વીમો ક્યાંથી મળવાનો સંસદમાં હાલમાં ત્રણ ખરડા પસાર થયા છે, આ કાયદાથી ખેડૂતોની હાલત ખરાબ થવાની છે આજે ખાતર મળતું નથી બ્લેક માં ખાતર ખેડૂતોએ ખરીદવું પડે છે, ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે સરકાર ઊંઘે છે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એમના ખાતામાં નુકસાનની રકમ જમા કરવાની પણ તેમણે માંગણી કરી છે, ભાજપ તાલુકા જિલ્લા પંચાયતનો વહીવટ સદંતર ફેલ છે લોકોને આવાસના રૂપિયા મળતા નથી કુવાઓના બીલો અટવાય છે મનરેગા યોજના પણ માં 15 દિવસ ચાલી જેમના બિલો પણ મળતા નથી, તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે, કોંગ્રેસના ડિજિટલ મેમ્બરશિપ બનાવવા સંયોજકોને જણાવ્યું અને વધુમાં વધુ કોંગ્રેસ કાર્યકર બનાવવા અનુરોધ કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા આહવાન કર્યું હતું, આ પ્રસંગે હરીશ વસાવા જગતસિંહ વસાવા નટુભાઈ અજીતભાઈ રામસિંગભાઈ મૂળજીભાઈ વસાવા પ્રવચન કર્યું હતું વગેરે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.