વિશેષ મુલાકાત

ઉમરપાડામાં દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કૃષિ કાયદા બિલ પાછુ ખેંચવાની માંગ કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા

ઉમરપાડા તાલુકા મથકની મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર દ્વારા લોક સભામાં પસાર કરવામાં આવેલા ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા બિલ પરત ખેંચવાની માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારશ્રી ને સુપરત કર્યું હતું, ઉમરપાડા તાલુકાના આદમી પાર્ટીના પ્રમુખશ્રી ગૌરાંગભાઈ દેવજીભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીશ્રી પરસોતમભાઈ સી.પટેલ સહિતના કાર્યકરો એ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉમરપાડા ના નાયબ મામલતદારશ્રી મૂળજીભાઈ વસાવાને સુપ્રત કરી જણાવ્યું કે આવેદનપત્ર અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી ગુજરાતના ૭૦ લાખ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, તેના વિરોધમાં આપી રહ્યા છે, ભારત ખેતીપ્રધાન દેશ છે 50 ટકાથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે, આ બિલ ખેડૂતોના હિતમાં છે તેવું સરકાર કહી રહી છે, પરંતુ સરકારી બિન સરકારી એવોર્ડ પ્રાપ્ત કરેલ કૃષિ તજજ્ઞો અને ખેડૂતના સુચનો સરકારે જાણવાનો પ્રયાસ કર્યો નથી અને મન માની કરી ત્રણ જેટલા કાળા કાયદા સમાન કૃષિ બિલ સંસદમાં પ્રસાર કરવાનો પ્રયાસ કરી રહી છે, દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને ખેડૂતોની સ્થિતિ અલગ હોઈ શકે છે, આ બાબત ધ્યાનમાં લીધી નથી તેમજ વિવિધ રાજ્યની સરકાર ના સુચનો અભિપ્રાય પણ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી આ બિલ થી ખેડૂતો પોતાની જમીન માં કંપનીના નોકર બની મજૂર તરીકે કામ કરશે તેવી સ્થિતિ ઉભી થવાની છે, ખેતી જેવા પવિત્ર વ્યવસાય માં કંપની કરણ કરવાથી સંગ્રહખોરીને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોનું ભારે શોષણ આવનારા સમયમાં થશે જેથી ખેડૂતના હિતમાં સરકાર વહેલી તકે આ ત્રણેય બિલ પાછા ખેંચે એવી આમ આદમી પાર્ટીની માંગ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है