
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ દ્રારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઇ:
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતામાં ભરૂચની હોટલ શ્રી પ્લાઝા ખાતે યોજાયો કાર્યક્રમ;
ભરૂચમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેકશન કાઉન્સિલ દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વભરમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજે તારીખ 10 ડિસેમ્બર 1948 ના રોજ, માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા, માનવ અધિકારોની પ્રથમ વૈશ્વિક ઘોષણા અને નવા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની એક, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના દત્તક અને ઘોષણાને માન આપવા માટે પસંદ કરવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેકશન કાઉન્સિલ દ્વારા આજ રોજ 10 ડિસેમ્બર માનવ અધિકાર ધ્વિસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચની શ્રી પ્લાઝા હોટલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં કોરોના કાળમાં સેવાકાર્ય કરનાર નું ઉપસ્થિત મહેમાનોના હસ્તે એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
માનવ અધિકાર દિવસની ઉજવણી અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. માનવ અધિકાર દિવસની ઉજવણી અંતર્ગત યોજ્યેલ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી. ડૉ.ટી.એમ.ઓનકાર, ગુજરાતી ફિલ્મોની એક્ટર્સ મરજીના દીવાન, સિંગર મહક દીવાન, સહિત હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલના હોદ્દેદારો, સભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.