શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક મળી:
ડાંગ, આહવા: ડાંગ જિલ્લામા અન્ય જિલ્લાની સરખામણીએ ગર્ભ પરીક્ષણ અને પુત્ર/પુત્રી વચ્ચેના ભેદનુ કોઈ વિશેષ મહત્વ સ્વીકારાયુ નથી, જેને લઈને અહી ૧૦૦૦ પુત્ર જન્મ સામે ૧૦૨૨ જેટલી પુત્રી જન્મનુ પ્રમાણ રહેવા પામ્યુ છે. જે સ્વસ્થ અને જાગૃત સમાજ વ્યવસ્થાની નિશાની છે, તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે જણાવ્યુ હતુ.
આહવા ખાતે યોજાયેલી ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠકમા ચર્ચા કરતા ડો.ગામીતે PC એન્ડ PNDT એક્ટ અંતર્ગત જિલ્લાની હોસ્પિટલોમા કાર્યરત સોનોગ્રાફી મશીનની રજીસ્ટ્રેશન સહિતની અદ્યતન ડેટા એન્ટ્રી, જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીશ્રીઓની મુલાકાતો, સહિત રજીસ્ટ્રેશન રીન્યુઅલની કામગીરી જેવા મુદ્દે કમિટિ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
PC & PNDT ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટિના ચેરમેન શ્રીમતી સુનિતાબેન બગુલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમા અધ્યક્ષશ્રી સહિતના કમિટી મેમ્બરોએ ઉપયોગી ચર્ચામા ભાગ લીધો હતો.
બેઠકમા RCHO શ્રી ડો.સંજય શાહે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.અંકિત રાઠોડે સેવા-સારવાર અંગે પરામર્શ હાથ ધર્યો હતો. બાળ રોગ નિષ્ણાંત ડો.ભાવિન પટેલ, અને RMO શ્રી ડો.રિતેશ બ્રહ્મભટ્ટે પણ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. આહવાના ગાયનેકોલોજી ડો.મિતેશ ગવળી સહિત કમિટી મેમ્બરોએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.