
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
બાગાયત ખાતા દ્વારા ડેડીયાપાડા તાલુકના ખેડૂતોને તાલીમ પ્રવાસનું આયોજન કરાયું;
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના દાભવણ, આંબાવાડી, ચીકદા, કાકરપાડા, જરગામ, ખેડીપાડા, ગૌપાલીયા વગેરે ગામના અનુ.જનજાતિના ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી તરફથી બે દિવસીય ખેડુત તાલીમ/પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બાગાયત અધિકારી જે.એસ રાણા ધ્વારા તા. 16 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર ના રોજ ખેડૂતોને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અછારણ ગામ ખાતે જસવંતભાઈ પટેલ દ્વારા ફલક ફુટ ફાર્મ કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ની વિવિધ જાત લાલ, ગુલાબી, સફેદ અને પીળાની આધુનિક ખેતી પધ્ધતિ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવેલ હતી.
જેમાં ખેડૂતોને સરકાર તરફથી નક્કી કરવામાં આવેલ પ્રતિ હેક્ટરે રૂ. 1.25 લાખની મર્યાદા અથવા ખર્ચના 50 % ની સબસીડી વિશે પણ માહિતી આપેલ. વધુમાં ખેડૂતોને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોખા ગામ ખાતે આવેલ GIDCમાં મશરૂમની મોટા પાયે ખેતી કરતાં અમીનેશભાઈ મયાણી ના મશરૂમ યુનિટ ની વિઝીટ કરવામાં આવેલ હતી. તેમજ બાગાયત ખાતાના વલસાડ જિલ્લાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેન્ગ્રો એન્ડ ફ્લાવર, ચણવઈ ખાતે ખેડૂતોને એક દિવસીય તાલીમ અને નેટ હાઉસ, પોલી હાઉસ વિશે સારી એવી માહિતી આપવામાં આવેલ હતી.