દક્ષિણ ગુજરાત

ખેડૂતો દ્વારા દેશભરમાં 3 કૃષિ બિલો વિરુદ્ધ ચાલી રહેલ આંદોલનને સહકાર આપવા માટે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા તમામ તાલુકાઓમાં આવેદન પત્રો મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના નામે આપવામાં આવ્યા:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યૂઝ, સાગબારા નિતેશ વસાવા, પ્રકાશ વસાવા

ખેડૂતો દ્વારા દેશભર માં 3 કૃષિ બિલો વિરુદ્ધ ચાલી રહેલ આંદોલન ને સહકાર આપવા માટે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા તમામ તાલુકાઓમાં આવેદન પત્રો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ના નામે આપવામાં આવ્યા.  સાગબારા તાલુકામાં સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એડ.યોગેશ વલવી તેમજ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ડૉ. કિરણ વસાવા ની આગેવાનીમાં મુખ્ય હોદ્દેદારો એ શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શન કરવાને 3 કૃષિ બીલ ને રદ કરવા ખેડૂતો ની માંગ ને સમર્થન આપ્યું.

સાથે ગુજરાત સરકાર તેમજ ગુજરાત ના DGP સાહેબ દ્વારા ગુજરાતભર માં CrPc ની કલમ 144 લાગુ કરવા માં આવી છે જે રાજ્યસરકાર નો હાથો બની પોલીસ તંત્ર ખેડૂતો ને કોઈપણ વિરોધ પ્રદર્શન નહીં કરવા દેતા લોકશાહી દેશ માં તાનાસાહિ વધશે એ બાબતે રજુઆત કરી અને દેશ ના બંધારણે અનુચ્છેદ 19(ક),(ખ) મુજબ વાણી અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા તેમજ શાંતિપૂર્વક ભેગા થઈ વિરોધ કરવાના મૂળભૂત અધિકારો નું હનન કરી માત્ર નાગરિકો ના મોઢા બંધ કરી દેવાના બદ ઇરાદે ગુજરાત ભર માં કલમ 144 લાગુ કરવી એ યોગ્ય નથી એવી રજુઆત કરી. પોલીસ તંત્ર એ કાયદો વ્યવસ્થા જાળવવા ખડેપગે રેહવું જોઈએ એ યોગ્ય છે પરંતુ સરકારો ના અત્યાચાર સામે વિરોધ કરવા જ ના દેવામાં આવે અને 144 નામના હથિયાર થી નાગરિકો ને દબાવી દેવામાં આવશે તો લોકશાહી ખતમ થઈ જશે, બંધારણ નો કોઈ અર્થ જ નહીં રહી જાય. કાયમ જ કલમ 144 ના નામે દેશ માં સરમુખત્યારશાહી ચાલુ થઈ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है