
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
જાવલી ગામમાં મચ્છર ભગાડવાનું ભારે પડ્યું આગ લાગતા અફરાતફરી મચી;
સાગબારા નાં જાવલી ગામમાં રહેણાક મકાનમાં આગ લાગતા ૫૬ હજારનો સામાન આગમાં ભસ્મીભૂત!!!
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં રહેણાક મકાનમાં આગ લાગતાં તમામ સામાન આગમાં બળી જતા પરિવાર ની હાલત કફોડી થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના જાવલી ગામમાં રહેતા ગેંદુબેન જયરામભાઇ વળવી નાઓએ તેમના ઘરમાં મચ્છરોને ભગાડવા માટે ધુમાડો કરેલ તેમાંથી આગનો તણખો ઉડીને આકસ્મિક રીતે ઘરમાં રાખેલ ડાંગરના પરાળમાં અચાનક આગ લાગી જતા ઘરમાં રાખેલ તમામ સર-સામાન તથા ઘરના લાકડા તથા ઘરમાં રાખેલ અનાજમાં આશરે ૧ ક્વિન્ટલ ડાંગર તથા ૫૦ કિલો જુવાર તથા ૨૦ કિલો તુવેર તથા ધાંસચારો અને ઘરની ઉપરની છત પડી જવાથી છત ઉપર મુકેલ સિમેન્ટના પતરા નંગ-૧૨ તુટી ગયેલ છે અને ઘરના સભ્યોના કપડા સળગી ગયેલ છે આમ આગ લાગવાથી આશરે રૂપિયા ૫૬,૧૦૦/-જેટલાનું નુકશાન થતા પોલીસે આ બાબતે નોંધ લઈ આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા